________________
સાચું સંભારણું C ૮૯ મંદિરની પ્રતિષ્ઠા થાય અને એના ઉપર ધજાદંડ ચડાવવામાં આવે, ત્યાં સુધી યા તો તમે, તમારી ભોગ-વિલાસની વૃત્તિ ઉપર સંયમ મેળવીને, નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવાનું વ્રત સ્વીકારો; અથવા, જો એ વ્રત પાળવું મુશ્કેલ લાગતું હોય તો, ત્યાં સુધી માંસ-મદિરોનો સદંતર ત્યાગ કરવાનો નિયમ કરો ! આવું ધર્મનું આચરણ જ મંદિરના જીર્ણોદ્વારની તમારી ધર્મભાવનાને સત્વર સફળ બનાવવાનું પુણ્યનિમિત્ત બની. શકશે.” તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સાધક ગુરુવર્યે રાજર્ષિને પોતાના ધર્મ અને જીવનને અનુરૂપ જ માર્ગ બતાવ્યો.
કુમારપાળદેવને તો વધુ કંઈ કહેવાનું હતું જ નહીં. એમણે કહ્યું : “ગુરુદેવ, આપની આજ્ઞાને હું માથે ચડાવું છું અને આજથી, મંદિરનો ધજાદંડ ચડે ત્યાં સુધી, માંસ અને મદિરાનો સર્વથા ત્યાગ કરું છું.”
દુનિયા તો દોરંગી છે. એમાં કોઈ વખાણ કરનાર પણ નીકળે અને કોઈ વાંકું બોલનારા પણ મળે. પણ એમાં એનો શો વાંક ? જેવું જેનું મન, એવું એનું વચન અને એવું જ એનું વર્તન.
જૈનધર્મી ગુરુએ શૈવધર્મી ગૂર્જરપતિને સોમનાથના શિવમંદિરનો ઉદ્ધાર કરવાની સલાહ આપી, એ વાત પણ પાટણની પ્રજામાં ચર્ચાનો વિષય બની ગઈ.
જેઓ ગુરુના ગુણને અને ઉદાર મનને ઓળખતા હતા, એમણે ગુરુની સમતા અને ઉદારતાની પ્રશંસા કરી. અને જેઓ હેમાચાર્યના વધતા પ્રભાવને જીરવી ન શક્યા, એમણે જાણે મેણું માર્યું : શિવના ઉપાસક રાજવીને શિવમંદિરનો ઉદ્ધાર કરવાનું કહેવું એમાં શી મોટી વાત ? આ તો પાણીને ઢાળ તરફ વહેતું મૂકવા જેવી સાવ સહેલી વાત ! રાજીને રાજી રાખવો હોય તો, એને ગમતી સલાહ જ આપવી ઘટે ને ? ન જોયા હોય તો, બીજાના ધર્મનો મોટો આદર કરનારા ! આ તો બધી પોતાનો પ્રભાવ ટકાવી રાખવાની માયાજાળ છે માયાજાળ ! '
"
બીજાએ ટાપસી પૂરતાં કહ્યું : “ આમાં સાચ-જૂઠની પરીક્ષાને ક્યાં વાર છે ? મંદિર તૈયાર થાય અને એની પ્રતિષ્ઠાનો અવસર આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org