________________
૮૮ ઘેરાગ અને વિરાગ
મહારાજા કુમારપાળને આદેશ આપ્યો હતો; એટલે એ મંદિર કુમારપાળદેવની ઈશ્વરભક્તિ અને હેમાચાર્યજીની સર્વધર્મ સમભાવની દૃષ્ટિની જાણે અમર કીર્તિપતાકા બની રહેવાનું હતું.
નિર્ણય લેવાઈ ગયો હતો. હવે એ નિર્ણયનો તરત જ અમલ કરવાનો હતો. રાજર્ષિ કુમારપાળ રાત-દિવસ એનો જ વિચાર કરતા રહેતા હતા.
કુશળ સૂત્રધારોને બોલાવ્યા; એમની પાસે મંદિરના નકશા તૈયાર કરાવ્યા અને ચણતરકામની ઝીણામાં ઝીણી વિગતો નક્કી કરવામાં આવી. અને આ તો ગૂર્જરપતિનું પોતાનું જ કામ હતું અને એ માટે રાજ્યના ખજાના ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા; વળી આ કામ તો ધર્મનું અને ભગવાનનુંય હતું. એટલે પછી એમાં ખામી રાખવાનું શું કારણ હોય ? સૌ દિલ દઈને કામે લાગી ગયા.
અને એક દિવસ સોમનાથ પાટણથી રાજપુરુષોએ મહારાજા કુમારપાળને નવા મંદિરનો શિલારોપણવિધિ થયાની વધામણી લખી મોકલી. રાજાનું રોમરોમ આહ્લાદ અનુભવી રહ્યું : ધન્ય મારા દેવ !
44
:
કુમારપાળ એ વધામણી-પત્ર લઈને ગુરુ હેમચંદ્રાચાર્યજી પાસે ગયા. રાજવીએ વિનમ્ર બનીને, ભાવભીના અંતઃકરણથી, સૂરિજીને વિનંતી કરતાં કહ્યું ગુરુદેવ ! આપની આજ્ઞા મુજબ મંદિરનું કામ તો શુભ મુહૂર્તે શરૂ થઈ ગયું છે, પણ સારા કામમાં સો વિઘ્ન ! ન માલૂમ આવું મોટું કામ પૂરું થતાં થતાં વચમાં કેવાં કેવાં વિઘ્ન આવી પડે ! આ કામમાં કોઈ વિઘ્ન આવવા ન પામે, અને કોઈ વિઘ્ન આવી પડે તો એનું તરત નિવારણ થઈ જાય, એ માટે મારે કોઈક વ્રત કે નિયમ કરવાની જરૂર આપને લાગતી હોય, તો આ એ માટે આજ્ઞા ફરમાવો. આ કામમાં કોઈ સંકટ ન આવે અને બધુ કામ રૂડી રીતે પૂરું થાય, એ જોવાની મારી ઝંખના છે.
**
46
હેમચંદ્રસૂરિ ગંભીર બનીને વિચારી રહ્યા અને રાજવીની ધર્મભાવનાને મનોમન પ્રશંસી રહ્યા. તેઓએ કહ્યું : રાજન્, જેવું મહાન કાર્ય, એવો જ મોટો નિયમ લેવો ઘટે. તમારી આ કાર્ય માટેની ઝંખના અને જાગૃતિને ચરિતાર્થ કરવા અને આ કાર્યમાં તમારી ભાવનાનું બળ પૂરવા તમારે બેમાંથી એક નિયમ સ્વીકારવો ઘટે : આ
For Private & Personal Use Only ·
www.jainelibrary.org
Jain Education International