________________
વળ્યો.
ભાંગ્યાનો ભેરુ ` ૬૩
એ રાજવીના વખતમાં આવો ભયંક૨ દુષ્કાળ ગુજરાત ઉપર ફરી
મહેસૂલ ભરવાની ખેડૂતમાં શક્તિ રહી ન હતી; અને મહેસૂલ જતું કરવાની રાજ્યની તૈયારી ન હતી રાજ્યનો ખજાનો તો ગમે તે રીતે ભરવાનો જ હતો. એટલે પેટે પાટા બાંધવા પડે તો ભલે, પણ રાજ્યનું મહેસૂલ ભર્યા વિના ખેડૂતનો છૂટકો. ન હતો – સિંહાસનના ધણીની આજ્ઞા ઉલ્લંઘી શકાય તેમ નહોતી.
46
અધિકારીઓને રાજઆજ્ઞા મળી ચૂકી હતી : ગમે તેમ કરીને ખેડૂતો પાસેથી કર વસૂલ કરો ! અને જે ખેડૂત કર ભરવાની આનાકાની કરે એને તરત જ રાજદરબારે હાજર કરો !'
ખેડૂતો માટે તો પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ હતી; પણ આમાંથી કોણ ઉગારે ? રાજઆજ્ઞાને કોણ ઉથાપે ? ખેડૂતોમાં ત્રાસ વર્તી રહ્યો.
અધિકારીઓ
રાજ્યભરમાંથી ખેડૂતોનાં ટોળેટોળાંને પકડી પકડીને રાજદરબારે હાજર કરવા લાગ્યા. કરની વસૂલાત માટે એમના ઉપર ન જોઈ શકાય એવો ત્રાસ ગુજરવા લાગ્યો .
અધિકારીઓ પણ ખેડૂતની વેદના જોઈ વિમાસણમાં પડી ગયા * એ પણ છેવટે તો કાળા માથાના માનવી જ હતા ને ! પણ આ તો રાજઆજ્ઞા ! એનો અમલ તો ગમે તે રીતે પણ થવો જ ઘટે !
એક દિવસની વાત છે : દિવસ જરાક ઊંચે ચડ્યો, અને રાજકુમા૨ મૂળરાજ ફરવા નીકળ્યો. એણે જોયું કે બંદી જેવા લાગતાં માનવીઓનાં ટોળેટોળાં નગરની બહાર બેઠાં છે, અને સિપાહીઓ એમની ખડી ચોકી કરી રહ્યા છે, જાણે કોઈ ચોર-લૂંટારુઓનાં ટોળાં ન હોય !
આ દૃશ્ય જોઈને રાજકુમાર વિચારમાં પડી ગયો. એણે પોતાના અંગરક્ષકને પૂછ્યું : આટલાં બધાં માનવીઓને આ રીતે શા માટે હિરાસતમાં લેવામાં આવ્યા હશે ? શું આપણા રાજ્યમાં આટલા બધા ચોર-ડાકુઓ વધી પડ્યા છે ? આમનો વાંકગુનો શો છે?”
“ કુમાર, આ કંઈ ચોર-લૂંટારા નથી; આ તો બધા ખેડૂતો છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org