________________
૭૨ D રાગ અને વિરાગ
""
કરી આપું ? ”
અચલે પોતાની બધી વાત એ અઘોરીને કહી.
44
અઘોરીએ એને કહ્યું : નગરની પૂર્વ દિશામાં એક બગભગત આશ્રમ બાંધીને રહે છે. પર્વતક એનું નામ છે. સાધુનાં ભગવાં વસ્ત્રો પહેરીને એ શયતાનનાં કાળાં કામ કરે છે ! ધનનો એ ભારે લાલચુ છે. એણે એક શિષ્યને સાધ્યો છે. એનું નામ કુવિલક્ષ રાખ્યું છે. પોતાની સાધનાને બળે એ શિષ્યની પાસે એ ધાર્યું કામ કરાવી શકે છે. તમારા નગરની સંપત્તિ અદૃશ્ય રીતે એણે જ ચોરી લીધી છે, અને પોતાના ભોંયરામાં ભંડારી રાખી છે ! જા, હવે તારું કામ સિદ્ધ કર ! "
અચલ રાજી રાજી થઈ ગયો.
એને થયું ઃ શેરને માથે સવાશેર મળ્યો ખરો ! હવે પ્રજાપીડક આ નગર-ચોરનો પાપનો ઘડો ભરાઈ ગયો સમજો !
અઘોરીરાજને પ્રણામ કરીને અચલ પોતાના માર્ગે ચાલતો થયો. એને મન તો અઘોરીરાજ એક મોટા યોગીરાજ જેવો ઉદ્ધારક થઈ પડ્યો
હતો .
માર્ગ મળી ગયો હતો, હૈયામાં હામ હતી, પછી કામ પાર પાડતાં કેટલી વાર ?
આ તરફ રાજા અને પ્રજા બંને અચલના દિવસો ગણતાં હતાં. એમને નો ચોરના પકડાવાની કોઈ આશા જ નહોતી રહી; અચલના કમોતની જ જાણે સૌ રાહ જોતાં હતાં.
હવે તો ફક્ત એક જ દિવસનો સૂર્ય ઊગીને આથમે એટલી જ વાર હતી. સૂર્યદેવના આથમવા સાથે અચલનો જીવનસૂર્ય પણ આથમી જવાનો!
નગર આખામાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. લોકોને અચલના મોતની જેટલી ચિંતા નહોતી, એટલી કીમિયાગર કે જાદુગર જેવો આ ચોર ન પકડાયો તો નગરનું શું થશે, એની ચિંતાનો ભાર સતાવી રહ્યો હતો.
પણ ન બનવાનું બની ગયું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org