________________
૭૪ m રાગ અને વિરાગ
આવા દોષભર્યા દેહથી ! દોષ કરનાર દેહને તો સજા થવી જ ઘટે !
અને એ જ મધરાતે એ ઘરબાર તજીને વેરાન વન વગડામાં પહોંચી ગયો, અને ચિતા ખડકીને પોતાની કાયાને પ્રજાળી મૂકવાની તૈયારી કરવા લાગ્યો.
સહસ્રમલ યોદ્ધો આજે જાણે જીવતરને ટકાવી રાખવાની હજાર હજાર લાલસાઓને જીતવા રણમેદાને પડ્યો હતો. જીવતર આજે અકારું થઈ પડ્યું હતું, મોત આજે પ્યારું બની ગયું હતું !
હવે તો ચિતાએ ચડીને આગ ચાંપે એટલી જ વાર હતી ; અને એની નજ૨ થોડે દૂર ધ્યાનમગ્ન બનેલા એક યુવાન તપસ્વી ઉપર પડી. તપસ્વીની કાયા તો કૃશ બની ગઈ હતી, પણ મુખ ઉપર તપનું તેજ વિલસી રહ્યું હતું.
દુઃખિયા પોતાનું દુઃખ ભૂલી જાય અને ક્રોધી પોતાના ક્રોધને વીસરી જાય એવો એમનો પ્રભાવ હતો. એમના સાન્નિધ્યમાં અંતરની વાત જાણે આપોઆપ પ્રગટ થઈ જતી !
અચલ એ તપસ્વીના ચરણે જઈને બેઠો. એને થયું ઃ તપ અને ધ્યાનનું આવું ઉગ્ર કષ્ટ શા માટે સહન કરતા હશે ભલા ?
તપસ્વી ધ્યાનમાંથી જાગ્યા એટલે અચલે એમને પૂછ્યું સંતજન ! આવી નાની ઉંમરે આવો ભેખ શા માટે ? આવી આકરી તપસ્યાનો શો હેતુ ? આવાં કષ્ટ વેઠવા કરતાં તો મૃત્યુ શું ખોટું ?”
તપસ્વીએ મમતાભર્યા સ્વરે કહ્યું : પાપનું સાચું પ્રાયશ્ચિત્ત મૃત્યુ નહીં પણ તપ અને તિતિક્ષાને માર્ગે જીવનની સાધના એ જ છે. આપઘાત તો જીવનના ક્લેશો અને મળોનો ભારબોજ ઉઠાવીને કરવાનો નર્યો કષ્ટદાયક પ્રવાસ જ છે.. ”
:
અચલ સ્થિર ચિત્તે સાંભળી રહ્યો !
તપસ્વીએ એનું મન બરાબર હરી લીધું હતું. એણે ગદ્ગદ કંઠે પોતાની વીતકકથા અને મોતને ભેટવાની ઉત્કંઠા કહી સંભળાવી .
તપસ્વીએ કહ્યું : “ જેને મરવું જ હોય એને કોણ રોકી શકે છે ? હું તને આપઘાતથી રોકાવાનું નહીં કહું . ફક્ત મારી જીવનકથા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International