________________
- પ્રાયશ્ચિત્ત– વિજયનું ![ ૭૩ સમયની અવધિના છેલ્લા દિવસે અચલે રાજાજીની સહાયથી પેલા બગભગત ભગવાધારીને પકડી પાડ્યો. અને એનું બધું ધન કબજે કરીને રાજસભામાં હાજર કરવામાં આવ્યું. પછી મહાજનને * બોલાવવામાં આવ્યું.
નગરજનોએ જોયું કે રાજસભામાં એક બાજુ ધનનો મોટો ઢગ ખડકાયો હતો અને બીજી બાજુ એનો ચોરનાર પોતાના ગુનાની સજાની રાહ જોતો ખડો હતો !
આવા ચોરને તો બીજી શી સજા હોય ? એને યમરાજાને હવાલે કરવામાં આવ્યો ! પ્રજા અને રાજાના માથેથી પીડાકારી ચિંતાનો મોટો ભાર ઓછો
થયો
રાજસભા અચલના જયજયકારથી ગાજી ઊઠી.
પણ અચલને મન તો દૂધના ઘડામાં જાણે ઝેરનાં ટીપાં ભળી ગયાં !
ચોરને મળેલ કમોતને લીધે એનો વિજયનો આનંદ ખારો ખારો થઈ ગયો. પોતાના જયજયકારમાં એને ચોરના કમોતનાં મરશિયા સંભળાવા લાગ્યાં !
એને થયું, મેં આ ચોરને પકડ્યો ન હોત તો એનું આવું કમોત ન થાત ! આ મહાપાપનો મહાદોષ મારો પોતાનો જ છે ! કેવું ભારે કુકૃત્ય મારા હાથે થઈ ગયું ! ચોરી બંધ થયા પછી ચોરને મારી નાખવાની શી જરૂર હતી ? પણ હવે તો વાત વણસી ચૂકી હતી ! મરેલાને જીવતો કરવાનો કોઈ ઈલાજ ન હતો !
અચલને તો જીવતર અકારું થઈ પડ્યું !
આ મહાદોષનું પ્રાયશ્ચિત કરવા એણે મોતને ભેટવાનો નિશ્ચય કર્યો. ચોરના મૃત્યુનો બદલો જાણે એ પોતાના જીવતરના ત્યાગથી ચૂકવવા માગતો હતો ! ન આ દેહ હશે, ન કોઈ બીજો દોષ થશે. સર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org