________________
૮૨ ] રાગ અને વિરાગ
પડવા જેવું થયું.
અને એ તો લાગી ફરી પાછી અફસોસ અને આક્રંદ કરવા.
રોતી જાય અને બળદની રાશને પકડીને એને ઠેર ઠેર ફેરવતી જાય, ચરાવતી જાય.
આમ ભાગ્યહીન નારીનું ભાગ્ય વધુ હીણું બન્યું. એના દુઃખને કોઈ સીમા ન રહી.
એક દિવસની વાત છે. બળદ એક વૃક્ષ નીચે ચરી રહ્યો છે અને પેલી બાઈ બોખ બોખ આંસુડા પાડતી પોકાર કરી રહી છે, એનું દુઃખ આજે અસહ્ય બની ગયું છે. જોનાર કે સાંભળનારનું હૈયું દ્રવી જાય એવી સ્થિતિ છે.
બનવા કાળ તે મહાદેવ અને પાર્વતી ત્યાંથી પસાર થયાં.
પાર્વતીજીથી એનું રુદન સહન ન થયું. એમનું હૃદય કરુણાભીનું બન્યું – પોતે પણ એક સ્ત્રી જ હતાં ને ! એમણે મહાદેવજીને કહ્યું : “ સ્વામી, કેવી રૂડી રૂપાળી નારી અને કેવો દેખાવડો વૃષભ ! અને છતાં આ નારીને માથે એવું તે શું દુઃખ પડ્યું છે કે એ આમ વિલાપ કરે છે ?”
મહાદેવજી બોલ્યા : “ સતી, એને બિચારીને હાથનાં કર્યા હૈયે વાગ્યાં જેવું થયું છે. કરવા તો ગઈ આખી જિંદગીભરનું સુખ; પણ મળી ગયું જનમારાનું દુઃખ ! માનવી જેવો માનવી એનો પતિ કામણઔષધિના પ્રયોગે વૃષભ બની ગયો. હવે એને માણસ બનાવવાનો ઇલાજ એને મળતો નથી. એ દુઃખનું આ દીન આકંદ છે. ”
“ નાથ, આનો કંઈક ઇલાજ કરવો ઘટે. આવું દુઃખ તે શું જોયું જાય ? ” પાર્વતીજીએ ગદ્ગદ સ્વરે કહ્યું.
ભોળા શંભુ પ્રસન્ન થયા. એમણે તો પેલા વૃક્ષ નીચે ઊગેલા ઘાસમાં બળદને પુરુષ બનાવે એવું પ્રતિઔષધ વેરી દીધું અને બન્ને પોતાના માર્ગે ચાલતાં થયાં.
પેલી દુઃખિયારી બિચારી રોતી જાય છે, બળદને પંપાળતી જાય છે અને કૂણાં કૂણાં તરણાં ચૂંટીઘૂંટીને એના મોંમાં મૂકતી જાય છે. એમ કરતાં કરતાં પેલું ઔષધવાળું ઘાસ એને હાથ ચડી ગયું. એ ખાઈને પેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org