________________
સાચો ધર્મ I ૮૧
પછી તો એને થયું ઃ આવા કોઈ ઇલાજો મારા પતિને પેલી ડાકણના પંજામાંથી છોડાવી નહીં શકે. હવે તો કોઈ મંત્ર, તંત્ર કે કામણટ્મણનો જાણનાર મળે તો જ કામ બને.
એ તો લાગી એવા મંત્રતંત્રના જાણકારની કે કામણ કરનારની શોધમાં.
જે કોઈ એવો મળે એને એ કહે, મારા સ્વામી દોરડે બાંધ્યા બળદની જેમ મારી પાસે આવે અને પછી પાકો બંધાયો હોય એમ કદી પાછો ન જાય એવું કોઈ કામણ બતાવો. હું તમને મોં માંગ્યું ધન આપીશ.”
66
પોતાની ઘેલછામાં એ વીસરી જતી કે પોતે તો સાવ દીન-હીન દિરદ્ર બની ગઈ છે ! મોં-માંગ્યું આપી શકાય એવું પોતાની પાસે કશું જ નથી. પણ એ તો આવો લવારો કર્યા જ કરતી દીવાની ખરી ને ? અને એક દહાડો એવી આશાના છોડને જાણે ફૂલ આવ્યાં : એવું કામણટ્મણ જાણનારો ગૌડદેશનો કોઈ એક માણસ એને મળી ગયો. એણે કહ્યું : “ બાઈ, તારો પતિ દોરડે બાંધ્યા બળદની જેમ સદાકાળ તારો બની રહે એવો કામણનો પ્રયોગ હું જાણું છું. ”
બાઈ તો રાજી રાજી થઈ ગઈ.
પેલા કામણ કરનારે કોઈ ભારે તાકાતવાળું ઓસડ લાવીને એ બાઈને આપ્યું ; અને કહ્યું, “ આ ઓસડ તારા પતિને ખવરાવીશ તો તારું મનોવાંછિત તને મળશે.
..
ઓસડ આપીને પેલો માણસ તો ચાલતો થયો. અને પેલી બાઈએ લાગ જોઈને પેલું ઓસડ એના પતિને ખવરાવી દીધું !
અને એ માણસ તો સાચેસાચ દોરડે બંધાયેલો બળદ બની ગયો ! બાઈ તો જોઈ જ રહી; એનું મન અચરજ અને આનંદમાં લીન થયું.
પણ એ આનંદ બહુ ન રહ્યો, થોડા જ વખતમાં એને થયું, બિચારો બળદ ! પણ હું એને શું કરું ? મારે તો માનવ-પતિ જોઈએ. બળદમાંથી માણસ કેમ બનાવવો એનું એને ભાન ન હતું. એને તો ઊલમાંથી ચૂલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org