________________
સાચું સંભારણું ` ૮૫
જેમ જેમ મહારાજા જયસિંહની ઉંમર વધતી ગઈ, તેમ તેમ આવા મોટા અને વૈભવશાળી સામ્રાજ્યનો વારસ કોણ બનશે, એ માટેની એમની ચિંતા પણ વધતી ગઈ !
અને, મોટી કરુણતા કે વિધિની વક્રતા તો એ હતી કે, પોતાના સિંહાસને કોણ બેસશે એની ચિંતા સેવવાના બદલે, પોતાની ગાદી કોને મળવી ન જોઈએ, એવી વિચિત્ર ચિંતા જ આવા શાણા અને શૂરા રાજવીના અંતરને બેચેન બનાવી રહી હતી ! અને એવી બેચેનીમાં ને બેચેનીમાં મહારાજા જયસિંહ મનમાં ગાંઠ વાળી બેઠા હતા કે, ગૂર્જર સામ્રાજ્યનું સિંહાસન, બીજા ગમે તેને મળે પણ, પોતાના પિતરાઈ કુમારપાળને તો ન જ મળવું જોઈએ !
આ માટે કુમારપાળ ગૂર્જરભૂમિની સીમમાંય ન રહી શકે, એવી એવી મુસીબતો સિદ્ધરાજે એને માટે ચોમેર ઊભી કરી મૂકી હતી. અરે, કુમારપાળનો જીવ લેવા માટે મારાઓ સુધ્ધાં એની પાછળ પાછળ ભમતા હતા ! કુમારપાળને માટે તો જીવવું અને ઠરીઠામ રહેવું મુશ્કેલ બની ગયું હતું ! ન સુખ-ચેન, ન નિરાંત ! ઊંઘ અને આરામ તજીને નરી રઝળપાટ કરવાનું જ એના ભાગ્યમાં લખાઈ ગયું હતું !
આવા ખરેખરી કટોકટીના સમયે, દીર્ઘદૃષ્ટિ દાખવીને, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમાચાર્યે અને ઉદયન મંત્રીએ કુમારપાળને પૂરેપૂરો સાથ આપ્યો હતો. એ બંને મહારાજા જયસિંહદેવનો પૂરો વિશ્વાસ ધરાવતા હતા, એટલે એમને માટે આ કામ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું હતું.
અને છેવટે માનવી તથા ભવિતવ્યતાની હોડમાં ભવિતવ્યતા જ પોતાનું ધાર્યું કરાવી ગઈ ! અને સિદ્ધરાજ જયસિંહદેવના સ્વર્ગવાસ પછી ગૂર્જરપતિના સિંહાસનનું રાજતિલક, રઝળપાટમાં ખુવાર થવા છતાં પોતાના ખમીરને ટકાવી રાખનાર, કુમારપાળને કરવામાં આવ્યું, ત્યારે એમની ઉંમર અરધી સદીએ પહોંચી ચૂકી હતી !
આચાર્ય હેમચંદ્ર તો પોતાની સાધુતા, વિદ્વત્તા, સમયજ્ઞતા અન લોકકલ્યાણની બુદ્ધિના બળે એ વખતે પણ ધર્મગુરુ, લોકગુરુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org