________________
ભાંગ્યાનો ભેરુ ` ૬પ
અશ્વારોહી છે. પોતાના ભાવી રાજવીની આવી અદ્ભુત કળા જોઈને આખો સમૂહ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો .
પોતાનું કામ પૂરું થયું અને કુમાર મૂળરાજ મહારાજા . અને મહારાણીને આવીને પ્રણામ કરી રહ્યો. મહારાજાના હર્ષને તો આજે કોઈ અવિધ ન હતી. અને રાજમાતા પણ હર્ષથી ગદ્ગદિત થઈ ગયાં હતાં . મહારાજાએ કહ્યું ઃ કુમાર, અમે બધાં આજે તારા ઉપર ખૂબ પ્રસન્ન થયાં છીએ ; તારી ઇચ્છા હોય તે વરદાન માગી લે !
64
"
કુમારે વિનમ્ર બનીને કહ્યું : બાપુ, આ બધા રાજ્યના ભંડારો
એ જ મારા માટે વરદાનરૂપ છે, પછી બીજું વરદાન માગવાથી શું ? " પણ આજનો આ આનંદ-અવસર તો યાદગાર બનવો જ ઘટે, માટે કંઈક તો માગ ! રાજાજીએ આગ્રહપૂર્વક કહ્યું. એમની લાગણીનો વેગ આજે ખાળ્યો ખાળી શકાય એમ ન હતો .
44
પણ બાપુ, હું શું માગું ? આપની કૃપાથી મારે કઈ વાતની ખામી છે કે મારે કશું માગવું પડે ? ” કુમારે વધુ અનાસક્તિ દાખવી. પણ કુમારની એ અનાસક્તિ રાજાજીના અંતરને વધુ ને વધુ સ્પર્શી રહી . એમણે કંઈક વર માગવાનો ફરી ફરી આગ્રહ કર્યો .
46
કુમારે જોયું કે હવે વાત કરવાનો વખત પાકી ગયો છે. એણે અતિ નમ્ર બનીને કહ્યું : પણ બાપુ, હું તો રહ્યો અણસમજુ અને કંઈક એવું માગી બેસું કે જે આપ ન આપી શકો, તો મારું અને આપનું બેયનું વચન ફોક જાય, અને લોક હાંસી કરે એ વધારામાં ! ”
46
હર્ષઘેલા મહારાજા આજે કોઈ રીતે પાછા પડે એમ ન હતા. એમણે તરત જ કહ્યું કુમાર, તારું વચન ખાલી નહીં જાય, એ મારું તને વચન છે. માટે જે માગવું હોય તે ખુશીથી માગી લે. અમે તારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ.
19
:
Jain Education International
46
:
કુમારને હવે વધુ વિચાર કરવાનો ન હતો. એણે તરત જ કહ્યું બાપુ, જો મારી કળાએ આપને સાચે જ પ્રસન્ન કર્યા હોય અને આપ મને ઇનામ આપવા ઇચ્છતા હો તો આપણા રાજ્યના તમામ ખેડૂતોનું આ વરસનું મહેસૂલ માફ કરવાનું હું આપની પાસે વરદાન માગું છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org