________________
પ્રાયશ્ચિત્ત પ૯
તો શું કહું ? પણ હજી પણ તમે મારી વાત માનવા તૈયાર હો તો મારે તમને એટલું જ કહેવાનું છે કે હવેથી આપણા કુળની કીર્તિને કલંક લગાડે એવું એક પણ કામ ન કરજો, અને કુળનું નામ ઊજળું થાય એ માટે હંમેશા જાગતા રહેજો ! અને બને તો કોઈના ભલાના ભાગીદાર બનજો, પણ કોઈના ભૂંડામાં કદી સાથીદાર ન બનશો !"
પુત્રો પિતાની વાત મૂક અને મૂઢ બનીને સાંભળી રહ્યા. સૌની વાણી જાણે હરાઈ ગઈ હતી.
પછી તો પરિચારકો અને પુત્રોની કોઈ વિનંતી કામ ન લાગી, અને વયોવૃદ્ધ મહારાજા યોગરાજજીએ અન્નજળનો ત્યાગ કરીને અને ચિતામાં પ્રવેશ કરીને પોતાની જાતનું બલિદાન આપ્યું અને પુત્રોએ કરેલા દોષ માટે પોતાનું પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું !
સૌ એ પ્રાયશ્ચિત્તની ચિતાની ભસ્મને વંદન કરી રહ્યા, એને લલાટે લગાડીને પાવન થયા.
પ્રાયશ્ચિત્તની ચિતાની એ શુભ્ર ભસ્મ ચાવડા વંશના નામને ઊજળું બનાવ્યું..
રાજા યોગરાજજીનું એ બલિદાન અને એ પ્રાયશ્ચિત્ત અમર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org