________________
ભાંગ્યાનો ભેર
તપસ્યા વગર ફળ ન મળે.
ધરતી તો જીવમાત્રની માતા. બધાયને ધારણ કરવાનું અને સૌને આહાર આપવાનું એનું અખંડ વ્રત. એ વ્રતને પૂરું કરવા એ આકરાં તપ કરે, અપાર કષ્ટ સહન કરે અને પોતાના દુઃખની ફરિયાદ તો કોઈ દિવસ કોઈને કરે જ નહીં .
ગ્રીષ્મઋતુ એ તો ધરતીમાતાની ઉગ્ર તપસ્યાનો કાળ. ધોમ ધખે અને ધરતી ધમધમે. ધરતી પોતાના ઉદરમાં ત્યારે કંઈક આતાપ સમાવી દે,
પછી તો ધરતીના તપના પારણાની વર્ષાઋતુ રૂમઝૂમ કરતી અને મેઘમલારના ગંભીર-મધુર નાદ ગજવતી આવે. વીજળીના ચમકારા, વાદલના ગડગડાટ અને વાયુના સુસવાટા જેવા છડીદારો સાથે મેઘરાજાનું આગમન થાય, અને ચારેકોર મૂશળધાર મે વરસવા માંડે. જોતજોતામાં તો બધી ધરતી જળબંબાકાર બની જાય, અને જાણે કોઈ દિવસ તાપ જ પડ્યો ન હતો, એમ સર્વત્ર શીતળતા શીતળતા વ્યાપી રહે.
કો નવયૌવનાનો પ્રીતમ પરદેશથી પાછો આવ્યો હોય એમ ધરતીના અંગેઅંગમાં આનંદ આનંદ વ્યાપી રહે. ગ્રીષ્મઋતુની લૂખીલૂખી ધરતી જાણે વર્ષાઋતુમાં હસું હસું બની જાય. એનાં રૂપ ફરી જાય, એના રંગ બદલાઈ જાય, અરે, એનાં વસ્ત્રોય આંખોને ઠારે એવાં લીલવણ, સોહામણાં અને ભાતીગળ બની જાય !
પછી તો એ કરુણામયી ધરતીમાતા પોતાનાં બાળકોને માટે બાર મહિનાની ખોરાક તૈયાર કરવાના કામે લાગી જાય. ધન્ય ધરતીમાતા ! અને ધન્ય વર્ષાઋતુ !
| વિક્રમના અગિયારમા સૈકાનું એક વર્ષ. ગુર્જરભૂમિની ગ્રીષ્મઋતુની આકરી તપસ્યાની અવધિ પૂરી થઈ, અને એના પારણાના દિવસની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાવા લાગી. દિવસ ઉપર દિવસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org