________________
છેલ્લો અહંકાર C ૧૫
સત્તાભૂખ્યો ભરત અહંકારમાં ચકચૂર બનીને જ્યારે યુદ્ધ ઉપર યુદ્ધ નોતરી રહ્યો હતો, ત્યારે સુંદરી તપસ્વિની બનીને ઉગ્ર તપસ્યાને માર્ગે કાયાને કૃશ અને આત્માને ઊજળો બનાવી રહી હતી. એણે વિનવણીથી નહીં પણ પોતાના દેહદમન અને સંયમથી ભરતનું મન ફેરવવાનો સંકલ્પ કર્યો હતો. અને ચક્રવર્તીની જેમ એ પણ પોતાના માર્ગે આગળ વધી રહી હતી. એ પણ મહાપુરુષાર્થી પિતાની જ પુત્રી હતી. ને ?
અનેક યુદ્ધોની વિજયમાળાઓ પહેરીને રાજા ભરત જ્યારે અયોધ્યા પાછો આવ્યો ત્યારે એનું રોમેરોમ સુંદરીના સ્નેહને ઝંખી રહ્યું હતું. એને હતું, મારા આ પરાક્રમને સુંદરી કેવી કેવી રીતે વધાવશે ! મારા ઉપ૨ એ કેટકેટલો સ્નેહ વરસાવશે ! મને કેટકેટલી શાબાશી આપશે !
પણ એણે તો સાવ જુદું જ દૃશ્ય જોયું ઃ ક્યાં એ રૂપ લાવણ્યવતી સૌંદર્યભરી સુંદરી અને ક્યાં આ રૂપવિહીન બની ગયેલી તપસ્વિની ? ક્યાં એ સૌષ્ઠવ અને સુશ્રીભર્યો મનમોહક દેહ, અને ક્યાં આ સાવ કૃશ અને નિસ્તેજ બની ગયેલી કાયા ? જાણે આખો દેહ જ પલટાઈ ગયો !
રાજા ભરતના અહંકારને જાણે ઠેશ વાગી. પળવાર તો એને પોતાના બધા વિજયો ફીકા લાગ્યા. એનો આત્મા કકળી ઊઠ્યો.
:
એ પરિચારકોને પૂછ્યું. પચિારકોએ ખુલાસો કર્યો “ રાજન્ ! એ તો પ્રભુના માર્ગે જવા તલસી રહ્યાં છે. રાજપાટનો કે શૃંગારભવનનો એમને કોઈ ઉપયોગ નથી રહ્યો. એમણે કાયાનો મોહ ઉતારી દીધો છે. એ તો કેવળ પ્રભુનાં ચરણોમાં જઈ બેસવાની જ વાત કરે છે; આપ અનુમતિ આપો એટલી જ વાર છે ! શરીરનું જતન ક૨વાની અમારી બધી વિનવણીઓ એમણે ફોક બનાવી છે.
+1
રાજા ભરત વિમાસી રહ્યા ઃ સૌંદર્યના અને સ્નેહના આપણે ગમે તેટલા ચાહકો હોઈએ, પણ એ બળજબરીથી કદી ન મળી શકે.
ધીમે ધીમે રાજા ભરતનો સુંદરી પ્રત્યેનો મોહ ગળવા લાગ્યો. એ પણ છેવટે મહાત્યાગી પિતાનો જ પુત્ર હતો ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org