________________
છેલ્લો અહંકાર ૧૩ ભૂખ-તરસ, ટાઢ-તડકો એ સમભાવે સહેતા અને ઉગ્ર તપ તપતા કર્મના માર્ગે માનવી પોતાનું જીવન હારી ન જાય એ માટે એમણે ધર્મમાર્ગની પ્રતિષ્ઠા આરંભી હતી.
જનસમૂહ એમને પ્રથમ ત્યાગી અને પ્રથમ ધર્મસંસ્થાપક તરીકે બિરદાવતો હતો.
અને એ જ કાળે બીજી બાજુ ક્લેશ-કંકાસ અને સત્તા-સંપત્તિની મારામારી પણ શરૂ થઈ ગયાં હતાં. પોતે મોટો અને બીજા નાના, એવી ઘેલછા ત્યારે માનવીના મનમાં જન્મવા લાગી હતી. મારું-તારે, સાચું-ખોટું, રાગ-દ્વેષ જેવાં ધંધો પણ હવે તો પોતાનો પંજો ફેલાવવા લાગ્યાં હતાં. ' અરે, બીજાની વાત તો શું કરવી ? ખુદ ભગવાન ઋષભદેવના પુત્રો પણ આ સાઠમારીથી અળગા ન રહી શક્યા !
અને, ખરું પૂછો તો, એ જ આવા ક્લેશ-કંકાસના હુતાશનને પેટાવનારા બની ગયા !
ભગવાને તો ત્યાગી બનતાં પહેલાં સૌને સૌનો ભાગ અને સૌની જવાબદારી વહેંચી દીધી હતી; પણ રાજા ભરતની જબરી મહત્ત્વાકાંક્ષાએ કોઈને સુખથી બેસવા ન દીધા.
રાજા ભરતને પોતાનું રાજ્ય નાનું લાગ્યું, એને પોતાની સત્તાનો વિસ્તાર કરવાનું ઘેલું લાગ્યું, એને ચક્રવર્તી બનવાના મનોરથ જાગ્યા; એનો અહંકાર ધીમે ધીમે વધવા લાગ્યો.
અને જાણે ધરતી યુદ્ધના ઝંઝાવાતમાં સપડાઈ ગઈ !
રાજા ભરતનાં સૈન્યો ધરતીના દૂર દૂરના પ્રદેશમાં ઘૂમી વળ્યાં. અનેક રાજાઓએ રાજા ભરતની આમન્યાને શિરોધાર્ય કરી. રાજા ભરતનો અહંકાર વધુ આગળ વધ્યો.
અને જેમ જેમ વિજય હાંસલ થતો ગયો તેમ તેમ રાજા ભરતની મહત્ત્વાકાંક્ષા માઝા મૂકવા લાગી. જાણે વડવાનલ જ જોઈ લ્યો – જે આવે એને ભરખી જાય અને છતાં શાંત ન થાય એવો ! અને એના અહંકારને તો જાણે હવે સીમા જ ન રહી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org