________________
છેલ્લો અહંકાર I૧૧
યુગપલટાનાં એંધાણ ઠેર ઠેર કળાવા લાગ્યાં હતાં.
માનવીનું જીવન જેનાથી ટેવાઈ ગયું હતું, એવું ઘણું ઘણું વિદાય લઈ રહ્યું હતું. તે કાળના માનવીને જેનો જરાય પરિચય નહોતો એવી નવી નવી વાતો અને ઘટનાઓ જન્મવા લાગી હતી.
નરનારીનું એક યુગલ ઉદ્યાનમાં તાડના વૃક્ષની નીચે સુખચેનથી બંસી બજાવી રહ્યું હતું, અને ન જાણે કોઈ દૂર દૂરના પર્વતની પાછળથી દૈત્ય સમો ઝંઝાવાત ત્યાં આવી ચડ્યો.
આખી વનરાજ એ ઝંઝાવાતથી કંપી ઊઠી. એક તાડફળ પેલા તાડવૃક્ષ ઉપરથી તૂટી ગયું, અને આનંદમાં કિલ્લોલ કરતાં યુગલના નરને માથે જોરથી ઝીંકાયું. જાણે યમરાજાએ છેલ્લો ઘા માર્યો હોય એમ પેલો નર ત્યાં ધરતી ઉપર ઢળી પડ્યો !
અરે ! નર વગરની નારી ? નર ચાલતો થયો અને નારી જીવતી રહી ગઈ ? કદી ન બનેલી, ન સાંભળેલી એ ઘટનાએ એ દુનિયામાં હાહાકાર મચાવી દીધો. યુગપલટાનું એ ભયંકર એંધાણ બની ગયું.
પણ પછી તો રોજ રોજ કંઈક ને કંઈક વિચિત્ર ઘટના બન્યા જ
કરતી.
અરે, હવે તો ખાવાપીવાનું ય પૂરું ન મળતું. બિચારાં યુગલિયાં જે તે કાચુંકોરું ખાતાં અને વ્યાધિનો ભોગ બનતાં.
ત્યાં તો એક દિવસ વનમાં દવ લાગ્યો, અને યુગલિયાં ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહ્યાં. રે ! આ તે શું થવા બેઠું હતું ?
પણ એટલામાં નાભિરાજાના મહાબુદ્ધિશાળી પુત્રૠષભકુમારે સૌને માર્ગ બતાવ્યો.
એમણે અનાથ નારીને પોતાની પાંખોમાં સ્વીકારીને સનાથ બનાવી. નારીનો નિશ્વાસ તો જગતનાં સુખ અને શાંતિને ભસ્મ કરી દે. સુનંદાનું કલ્પાંત શાંત થઈ ગયું.
કુમાર ૠષભે અગ્નિનો ઉપયોગ સમજાવ્યો, અને કાચા અત્રફળ ખાઈને વ્યાધિનો ભોગ બનતાં યુગલિયાઓને પક્વ અત્રફળ ખાવાનો માર્ગ બતાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org