________________
ક્યારેક ક્યારેક એ વિશાખદત્તના કામમાં વગર આપતા, તેથી એને યોગી તરફ ભાવ થતો ગયો.
વિશાખદત્તની નમ્રતા, વિનયશીલતા અને ધર્મપ્રિયતા જોઈને દિવાકરે એના તરફ વિશેષ લાગણી દર્શાવવા માંડી. ધીમે ધીમે બંને વચ્ચે આત્મીયતાના તાણાવાણા વણાવા લાગ્યા, દિવસમાં એક વાર મળીને નિરાંતે વાતો ન કરે તો એમને ચેન જ ન પડે !
એક દિવસ યોગી દિવાકરે લાગણીભીના સ્વરે શ્રેષ્ઠી વિશાખદત્તને કહ્યું મહાનુભાવ, હીરાની ખાણો ખોદાવતાં તમને જે ભારે મહેનત અને કષ્ટ ઉઠાવવાં પડે છે, તે હવે મારાથી જોઈ શકાતાં નથી. ગમે તેમ કરીને એનું નિવારણ કરવું જોઈએ.
44
હીરાની ખાણ ` ૩૩
માગી સલાહ પણ
વિશાખદત્તે વિનમ્ર બનીને કહ્યું યોગીરાજ, પણ જ્યાં ભાગ્ય જ એવું હોય ત્યાં માનવી બિચારો શું કરે ? ભાગ્ય જાગે ત્યાં લગી પુરુષાર્થ કરવો જ રહ્યો – ક્યારેક તો છેવટ નસીબ ઊઘડશે જ એવી દૃઢ આસ્થા રાખીને ! અને મહેનતથી કંટાળીએ તો કેમ કામ ચાલે ? સિંહ જેવો સિંહ પણ જો સૂઈ રહે તો એનું ભક્ષ્ય થોડું જ એના મોઢામાં આવીને પડે છે ? તો પછી અમે તો કોણ માત્ર ? છતાં આપની પાસે કોઈ બીજો માર્ગ હોય તો કૃપા કરીને બતાવો ! હું તૈયાર છું.
""
..
Jain Education International
44
દિવાકરે વધુ લાગણી બતાવતાં કહ્યું : ભાઈ, એવો કાંઈક ઉપાય મારી પાસે છે એટલે તો હું વાત કરું છું. તમારી નમ્રતા, ભક્તિપરાયણતા અને પ્રેમે મને પરવશ બનાવી દીધો છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. મારી વિદ્યાસિદ્ધિ તમારા જેવા ધર્માત્માનું દુઃખ દૂર કરવામાં કામે નહીં લાગે તો પછી એનો બીજો ઉપયોગ પણ શું છે ? જરા સાંભળો, મારા ગુરુની કૃપાથી મને · ધરણીકલ્પ નામની વિદ્યા પ્રાપ્ત થઈ છે. અને એ વિધાના પ્રતાપે કઈ ધરતીના પેટાળમાં શું શું ભર્યું છે, એ હસ્તામલકની જેમ હું સ્પષ્ટ જોઈ શકું છું.
4
"1
જાણે પોતાના કથનની અસર માપતા હોય એમ દિવાકર વિશાખદત્તની સામે જોઈ રહ્યા. વિશાખદત્ત પણ મુગ્ધ બનીને એમની વાત સાંભળી રહ્યો.
"
For Private & Personal Use Only
www.jainelibrary.org