________________
અપૂર્વનો આનંદ
પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે.
દશાર્ણ દેશનો રાજા દશાર્ણભદ્ર ન્યાયી, પ્રજાવત્સલ, શીલસંપન્ન અને ધર્મપ્રેમી હતો. લોકકલ્યાણ માટે પ્રજાનું પાલન અને આત્મકલ્યાણ માટે ધર્મનું પાલન – એ બે ચક્રો ઉપર એનો જીવનરથ ચાલતો હતો. એ સંતોષી હતો, સુખી હતો અને શાંતિનો ચાહક હતો.
ભગવાન મહાવીરના ધર્મોદ્ધારનો મંત્ર રાજા દશાર્ણભદ્ર ઉપર કામણ કરી ગયો. એ ભગવાન મહાવીરનો પરમ ઉપાસક અને પરમ ભક્ત બની ગયો. ભગવાનના ધર્મ પ્રત્યે એ અંતરની આસ્થા ધરાવતો; અને ભગવાનના જીવનની, એમના ઉપદેશની ને એમના ધર્મોદ્ધારની વાતો તે ખૂબ ભક્તિ પૂર્વક સાંભળી રહેતો.
કોઈ શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન કર્યાની કે એમના શ્રીમુખે ધર્મશ્રવણ કર્યાની વાત કરતું અને રાજા દશાર્ણભદ્રનું હૃદય ગદ્ગદિત થઈ જતું, લાગણીના ભારથી દ્રવી જતું. એનું મન તો જાણે માખણનો પિંડ જ જોઈ લો.
રાજાને અહોનિશ થયા કરતું ? “ ક્યારે ભાગ્યે જાગે અને ક્યારે ભગવાનના પવિત્ર ચરણોથી આ ભૂમિ પાવન થાય ? એમની ચરણરજથી આ જીવન ક્યારે કૃતકૃત્ય થાય ?'
ચાતક જેમ મેઘની રાહ જુએ એમ રાજા દશાર્ણભદ્રનું અંતર ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યું, ભગવાનના દર્શન માટે ઝંખી રહ્યું. એ મધુરી આશામાં ને આશામાં દિવસો વિતતા ચાલ્યા.
– અને એક દિવસ એ આશાના છોડને સફળતાનાં પુષ્પો ખીલી ઊઠ્યાં.
રાજકાજમાં ગૂંથાયેલા રાજવીને એક દિવસ વનપાલે વધામણી આપી : “ સ્વામી ! આપના રાજ્યમાં દશાર્ણકૂટગિરિ ઉપર, શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા છે. ”
રાજાનું અંતર આનંદથી નાચી ઊઠ્યું. એ ત્યાં રહ્યા રહ્યા ભગવાનને ભાવપૂર્વક વંદી રહ્યા. એમને લાગ્યું કે આજે તો મારે મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org