________________
શ્રમણોપાસક લલિગ
બીજમાંથી વૃક્ષ પાંગરે એમ મહાન આચાર્ય હરિભદ્રની જ્ઞાનસાધના અને જીવનસાધના વિશાળ વડલાની જેમ વિસ્તરી રહી હતી.
ભલભલા વિદ્વાનનું દિલ ડોલાવે એવા ધર્મગ્રંથો રચાતા જતા હતા. સત્યની શોધે એ એ ગ્રંથોનો આત્મા હતો. સારું તે મારું અને સાચું તે મારું, એ એની શિખામણ હતી. આત્માને પાવન કરે એવી એ જ્ઞાનગંગા !
આખો દેશ એમનાં વખાણ કરી રહ્યો હતો.
અને એમની જીવનસાધના પણ ભલભલાનું મન મોહી લે એવી હતી : શું એ ત્યાગ, શું એ જાગૃતિ, અને શું એ નિરીહતા ! માનવીને હોંશે હોંશે ચરણસ્પર્શ કરવાનું મન થાય એવું હૃદયસ્પર્શી એ ચારિત્ર્ય.
સૂરિજીના ધર્મોપદેશ કંઈક માનવીઓને ધમભક્ત બનાવી દીધા હતા. કંઈક આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. અને કંઈક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષીને એમને ધર્મને માર્ગે વાળ્યા હતા.
એમણે સૈકાઓથી રૂંધાયેલી લોકસેવાના માર્ગ મોકળો કર્યો હતો, લોકસેવાને આત્મવિકાસના એક સોપાનનું ગૌરવ અપ્યું હતું. અને એ રીતે ધર્મમાર્ગમાં લોકસેવાની પ્રતિષ્ઠા કરી હતી.
સૂરિજીના ધમપદેશની પ્રેરણા મેળવીને અનેક ભાવિકજનો ધર્મનું અને લોકસેવાનું અનુસરણ કરવા લાગ્યા હતા ; અને ધર્મની જાણે એ વખતે લહાણ થવા લાગી હતી. ' સૂરિજીના ઉપાસકોમાં એ લલિગ નામે શ્રાવક. જેવો એને ધર્મ ઉપર પ્રેમ એવી જ એને ગુરુ ઉપર આસ્થા. ગુરુવચનને એ સદા શિરોધાર્ય કરે અને ગુરુની સેવા માટે સદા તત્પર રહે.
એની સ્થિતિ સાવ સામાન્ય : આજે રળે અને કાલે ખાય એવી ! અને ક્યારેક તો દરિદ્રતા એવી ઉગ્ર રૂપે દેખાય કે અત્રને અને દાંતને વેર જેવું થઈ જાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org