________________
શ્રમણોપાસક લલિગ [૪૭ કુટુંબનું પોષણ કેવી રીતે કરવું અને સંસારનો વ્યવહાર કેવી રીતે નિભાવવો એની તો એને ચોવીસ કલાક ચિંતા રહ્યા કરે. બિચારો દિવસ આખો મહેનત કર્યા કરે અને પોતાનો અને કુટુંબનો નિર્વાહ કરવા માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યા કરે. અને છતાંય પેટ પૂરતું મળી રહે તો મહાભાગ્ય !
કોઈ કહેશે અમુક કામ કરવાથી લાભ મળશે તો લલિગ તૈયાર. વળી કોઈ કહેશે કે આ વેપાર કરવામાં ઘણો ફાયદો થવાનો, તો એ પોતાની બધી શક્તિ એની પાછળ લગાવી દે. પણ ભાગ્ય જ્યાં ચાર ડગલાં આગળ ને આગળ જ હોય ત્યાં એની એક પણ કારી ન ફાવે !
આમ ભારે ભીંસ વચ્ચે એનું જીવન ચાલતું; છતાં એની ધર્મશ્રદ્ધા, ગુરભક્તિ અને પુરુષાર્થ કરવાની ટેવમાં જરાય ઓછપ ન આવી ઊલટું, જેમ જેમ ભાગ્ય અવળું થતું લાગતું તેમ તેમ, એમાં જાણે ભરતી આવતી, અને નિરાશ કે ભગ્નાશ થયા વગર જ એ પોતાના પ્રયાસો ચાલુ રાખતો. મહેનત કરવી આપણું કામ; પછી ભાગ્યને કરવું હોય તે ભલે કરે.
વળી એની સ્થિતિ ભલે દરિદ્ર હતી, પણ એનું દિલ દરિદ્ર ન હતું. એ તો દરિયા જેવું વિશાળ હતું. એના મનમાં તો કંઈ કંઈ મનોરથો જાગતા, એને પૂરા કરવા ક્યાંના ક્યાં ઉડવાના કોડ ઊઠતા.
આમ ને આમ કાળ વહેતો રહ્યો.
પણ એક વખત એની શ્રદ્ધા, ભક્તિ અને પુરુષાર્થ પરાયણતા સફળ થઈ, અને એના ભાગ્યનું પાંદડું ફરવા લાગ્યું.
ધીરે ધીરે લલિગનો વેપાર જામવા લાગ્યો. ધીમે ધીમે લક્ષ્મીદેવીની પ્રસન્નતા વધવા લાગી. અને એક કાળ એવો આવ્યો કે લલિગની મોટા શ્રીમંત તરીકે અને મોટા વેપારી તરીકે બધે ખ્યાતિ પ્રસરી ગઈ.
છતાં લલિંગનું મન ધર્મભાવનાથી કે પુરુષાર્થથી વિમુખ ન થયું. એ તરફ તો એનું મન એવો ને એવો જ આદર ધરાવતું રહ્યું. હવે તો એને થતું કે સેવેલા મનોરથોને હું કેવી રીતે સફળ કરું ?
ધન હતું અને મનોરથો પણ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org