________________
૪૮ m રાગ અને વિરાગ
ધીમે ધીમે એ ધનનો પ્રવાહ સત્કાર્યો તરફ વાળવા લાગ્યો.
*
*
લલ્લિગે સાંભળેલું કે ધર્મ પુસ્તકો લખાવવાં એ પુણ્યનું કાર્ય છે. એને થયું ઃ એ માર્ગે મારી લક્ષ્મીને સાર્થક કાં ન કરું ?
અને એના ગુરુ રિભદ્રસૂરિજી તો ભારે વિદ્વાન અને પ્રખર શાસ્ત્રવેત્તા તેમ જ સમર્થ શાસ્ત્રકાર હતા. એમનો ઘણો સમય તો શાસ્ત્રોનું સર્જન કરવામાં જ જતો.
લિગે હરિભદ્રસૂરિના શાસ્ત્રસર્જનના કાર્યમાં મોકળા મને દ્રવ્ય ખર્ચવા માંડ્યું. એમાં જેમ વધુ દ્રવ્યનો સદુપયોગ થાય એમ એ પોતાની જાતને અને પોતાની લક્ષ્મીને કૃતાર્થ માનવા લાગ્યો.
એને થતું ઃ તીર્થંકરના અભાવમાં એમની વાણી જ આપણને ધર્મનો સાચો રાહ બતાવે છે, એટલે એ વાણીનું જતન કરવું અને એનું સર્જન કરાવવું એ પ્રત્યેક શ્રમણોપાસકનો ધર્મ લેખાય.
આ રીતે લલિંગની ભાવના ઊંચી ને ઊંચી વધતી જતી હતી. એક બાજુ ધનની વૃદ્ધિ થતી તો બીજી બાજુ નવાં નવાં સત્કાર્યો કરવા તરફ એનું મન દોડવા લાગતું,
એક વેળા એને ખબર પડી : શાસ્ત્રસર્જનના કાર્ય માટે આચાર્ય મહારાજને દિવસનો સમય ઓછો પડે છે અને એ માટે રાત્રિનો ઉપયોગ કર્યા વગર ધાર્યું કામ પાર પાડવું શક્ય નથી.
પણ પંચમહાવ્રતના ધારી સૂરિજી રાત્રિના વખતે પ્રકાશનો ઉપયોગ પણ કેવી રીતે કરી શકે ?
:
આ વાત લિંગના મનમાં રાત-દિવસ ચિંતાનો વિષય બનીને બેઠી. એને થયું ઃ કોઈક એવો ઉપાય મળી આવે, અને સૂરિજીને માટે ઉપાશ્રયમાં નિર્દોષ પ્રકાશની વ્યવસ્થા હું કરી શકું ! ભલે ને એમાં ગમે તેટલું ખર્ચ થાય.
Jain Education International
એકવાર લલ્લિંગના જાણવામાં આવ્યું કે અમુક પ્રદેશમાં એક પ્રકારનું વિશિષ્ટ રત્ન મળે છે, અને એ રત્ન રાત્રે દીપકની જેમ પ્રકાશ આપી શકે છે. પછી તો વાર જ શી હતી ? અને વિચાર પણ વધારે ક્યાં કરવાનો હતો ? કામ થતું હોય તો પૈસા તો મોંમાંગ્યા તૈયાર હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org