________________
૫૨ ઘ રાગ અને વિરાગ
પછી તો એને બાપનું રાજ્ય પાછું મેળવવાના કોડ જાગ્યા. પણ એ કંઈ રમતવાત ન હતી. અ માટે તો કેટકેટલું ધન જોઈએ, કેટલા બધા લડવૈયા જોઈએ અને કેટકેટલાં સાધનો જોઈએ !
પણ વનરાજ તો વનરાજ હતો.
એણે ચોર, ધાડ અને લૂંટ કરીને ધન ભેગું કરવા માંડ્યું અને પોતાના ગોઠિયાઓ વધારવા માંડ્યા. એણે શૂરાતનની, સ્વમાનની અને માતૃભૂમિના ગૌરવની વાતો કરી કરીને સૌનાં હૈયામાં ગયેલું રાજ્ય પાછું મેળવવાના મનોરથ જગાડી દીધા.
ગુરુ શીલગુણસૂરિ તો ગુર્જરભૂમિના આ રતનને હમેશાં કેળવતા હતા, અને ગુર્જરપતિ થવાનો સાચો મારગ પણ બતાવતા હતા.
આ રીતે ધન અને સૈન્ય ભેગું કરવાની મહેનતમાં તેમ જ લડાઈની સામગ્રી એકત્ર કરવામાં એનાં પચાસ વરસ અડધી જિંદગી વીતી ગયાં. પણ આખરે એક દિવસ વીર વનરાજના મનોરથ સફળ થયા. એણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એ ગુજરાતનો રાજા બની ગયો . ગુજરાતની ધરતીને એણે પારકા રાજાના હાથમાંથી મુક્ત કરી, અને ઇતિહાસમાં એ ગુજરાતનો પનોતો પુત્ર ગણાયો.
પચાસ વરસે એ ગાદીએ બેઠો. સાઠ વરસ જેટલા લાંબા સમય સુધી એણે રાજ્ય ભોગવ્યું અને એક સો ને દસ વરસની ઉંમરે એ વિદેહ થઈને અમર બની ગયો.
ગુજરાતના રાજા બન્યા પછી એણે પ્રજાને સુખી કરી હતી અને રાજ્યને મજબૂત બનાવ્યું હતું. છતાં શરૂઆતમાં એણે ચોરી અને લૂંટ કરેલી કે ધાડ પાડેલી એટલે બધા એના રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેતા. કોઈ એને સાચા રાજા તરીકે અને એના રાજ્યને ન્યાયી રાજ્ય તરીકે માન ન આપતા. જ્યારે પણ આસપાસના રાજાઓનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારો કહીંને જ ઓળખાતા !
વનરાજને આ કલંક બહુ જ સાલતું. પણ ગામના મોઢે ગરણું બાંધવા કોણ જાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org