________________
૪૪ જ્ઞરાગ અને વિરાગ
-
રગદોળે ? શું ગર્વ, અભિમાન અને અહંકારનાં માઠાં ફળ એના ખ્યાલમાં નહીં હોય ? એની ભક્તિ અને એનો આનંદ આજે સર્વનાશના મુખમાં જવાની તૈયારીમાં છે – શું એનુ ય એને ભાન નહીં હોય ? શું જન્મભરની ભક્તિને આમ પળવારના ગર્વમાં વિલીન થવા દઈ શકાય? ના, ના, આનો ઇલાજ તો કરવો જ ઘટે ! ' અને દેવરાજ ઇંદ્રે નિશ્ચય કર્યો, ભારે અલૌકિક ઠાઠ સાથે સ્વયં પ્રભુ મહાવીરનાં દર્શને જવાનો!
રાજા દશાર્ણભદ્ર તો હજી ય, પ્રભુની સમીપ હોવા છતાં, ગર્વની માળાના મણકા ફેરવી રહ્યો હતો, અને પોતાના સ્વાગતની અપૂર્વતાના કેફમાં મસ્ત બન્યો હતો ! આનંદરૂપી દૂધના મહાપાત્રમાં ગર્વરૂપી એક બિંદુ પડીને એને નકામું કરી મૂકવાની તૈયારીમાં હતું !
રાજા ગમિશ્રિત આનંદમાં વિચારમગ્ન બેઠો હતો, ત્યાં આકાશ આખું દુંદુભિનાદથી ગુંજી ઊઠ્યું. પર્ષદા આખી સ્તબ્ધ બનીને જોઈ રહી. રાજાદશાર્ણભદ્ર પણ વિચારનિદ્રામાંથી ઝબકી ગયો અને એ આકાશ તરફ મીટ માંડી રહ્યો.
રાજાજીએ અને બીજાઓએ જોયું કે આકાશના પટાંગણમાં તો વર્ણવી ન શકાય અને જોતાં જોતાં પણ ધરપત ન થાય એવું સ્વાગત રચાઈને ભૂમિ તરફ આવી રહ્યું હતું. દેવરાજ ઇંદ્રના એક એક ઐરાવતની શોભા આગળ વિશ્વની સર્વ શોભા નગણ્ય બની જાય ! શી એ મહોત્સવની શોભા ! અને શું અપૂર્વ સ્વાગત !
આકાશમાં અપાર મેઘ ઊમટ્યા હોય એમ અસંખ્ય હાથીઓ ઊમટ્યા હતા; અને એક એક હાથીની શોભા ન વર્ણવી શકાય એવી અદ્ભુત, અપૂર્વ, અજોડ બની હતી. એક જુઓ અને એક ભૂલો !
રાજા દશાર્ણભદ્ર તો આ શોભાની અપૂર્વતામાં પોતાની અપૂર્વતા જ ક્ષણભર વીસરી ગયા; જેમ જેમ બધો ઠાઠ જોતા ગયા તેમતેમ અપૂર્વતાનો ગુમાની વિચાર મનમાંથી ચાલ્યો ગયો. ઇંદ્રના ભવ્ય સ્વાગતથી રાજાના અંતરમાં વ્યાપેલું ગર્વનું વિષ ધીમે ધીમે ઊતરવા લાગ્યું.
.
રાજાને થયું : રે, હું કેવો ભૂલ્યો ! મારા આનંદના ચંદ્રને મેં મિથ્યા ગર્વથી કલંકિત કર્યો ! અને તે પણ જેના નામ પર અહંકારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org