________________
૩૬ ] રાગ અને વિરાગ
પછી દિવાકરે પૂજાપામાં શું શું લાવવું એ સમજાવ્યું અને એ પોતાને સ્થાને ગયાં.
વિશાખદત્ત તો આજે હર્ષઘેલો થઈ ગયો હતો. એને થતું હતું : એની સાત નહીં પણ સિત્તેર પેઢીનું દારિદ્ર આજે ફીટવાનું હતું
એણે બધો પૂજાપો ઊંચી જાતનો ભેગો કરી લીધો – એમાં ખર્ચ કરવામાં જરા ય લોભ ન કર્યો ! હવે તો ક્યારે વખત થાય અને ક્યારે ઊપડીએ, એની જ એને તાલાવેલી લાગી. એક એક ઘડી જાણે એક એક દિવસ જેવી લાંબી થઈ પડી ! વખત શું વીતે ?
આજે તો એનું રોમ-રોમ ધનના વિચારથી જ ઘેરાઈ ગયું હતું. ધનના લોભે એના વિવેકને પણ જાણે આવરી લીધો હતો. પોતે કેવો પૂજાપો ભેગો કર્યો હતો, એવા પૂજાપાનો અર્થ શો હતો, અને એનાથી થતી પૂજા કેવી થવાની હતી, એનું પણ એણે ભાન ન હતું.
સૂરજ આથમ્યો, સત પડી, મધ્યરાત્રીનો વખત થવા આવ્યો, અને યોગી દિવાકર આવી પહોંચ્યા. વાતો કરતાં કરતાં બંને ચંડિકાના મંદિરે પહોંચી ગયા.
દિવાકરે વિશાખદત્તને કહ્યું : “ હવે આપણો સમય થઈ ગયો છે. આપણે આપણું કામ જલદી પૂરું કરવું જોઈએ. તમે અંદર જઈને દેવી કાત્યાયનીનું પૂજન કરો. હું મંદિરના બારણા પાસે મંડળ આલેખી એનું પૂજન કરીને આપણા કામની તૈયારી કરું છું. "
યોગી બહાર રહ્યા અને વિશાખદત્ત મંદિરમાં પ્રવેશ્યો. પણ મંદિરનું અંદરનું દૃશ્ય જોઈને શ્રેષ્ઠી તો સ્તબ્ધ જ થઈ ગયો. એનું અંતર જાગી ઊઠ્યું. અને એ વિચારમાં ઊતરી ગયો. એને થયું ? ક્યાં સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી સ્ત્રીશક્તિ સ્વરૂપ દેવી અને ક્યાં પશુ અને નરનો બલિ લેનારી પ્રચંડ, ભયંકર, બીભત્સ આ કાત્યાયની ચંડિકા ? '
એનું મન પોકારી રહ્યું : “ આવી હિંસક દેવીનું હું પૂજન કરું ? ક્યાં મારો દેવ ? ક્યાં મારા ગુરુ ? અને ક્યાં મારો ધર્મ ? અહિંસા, દયા અને કરુણાનો વ્રતધારી હું આજે ધનના લોભે આ શું કરવા તૈયાર થયો છું ? ધનના લોભે હું કાર્ય-અનાર્ય, ધર્મ-અધર્મ, અહિંસા-હિંસા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org