________________
૩૪ ] રાગ અને વિરાગ
યોગીએ પોતાની ચમત્કારી વાત આગળ ચલાવી : “ મારી એ વિદ્યાના બળે, અહીં રહ્યો રહ્યો, હું દીવા જેવું સ્પષ્ટ જાણી શકું છું કે અહીંથી પૂર્વ દિશામાં, ત્રણ કોશ દૂર, કાત્યાયની ચંડિકા દેવીનું મંદિર આવેલું છે. એ મંદિરના આગળના ભાગમાં મોટો ધનભંડાર દટાયેલો પડ્યો છે – પૂરા પાંચકરોડ સોનેયા જેટલો ! પૂજન-યજનથી એ દેવીને પ્રસન્ન કરીને એ ભંડાર તમને અપાવવા હું ઇચ્છું છું. તમારા જેવા ભક્તનું ભલું કરવાનો મારી પાસે આ માર્ગ છે; અને એ માર્ગ રામબાણ જેવો અચૂક છે. બોલો તૈયાર છો ને ?"
શ્રેષ્ઠી બિચારો ડઘાઈ જ ગયો. ક્યાં અત્યારની “આજ રળવું અને કાલ ખાવું' જેવી દરિદ્રતા, અને ક્યાં, જિંદગીમાં જેની કલ્પના પણ ન કરી હોય એવા, પાંચ કરોડ સૌનેયા ? પણ એનું મન આવી વાતને સાચી માનવાનો ઇન્કાર કરવા લાગ્યું, એનાથી પુછાઈ ગયું ?
“ ભલા યોગીરાજ, એ ધનભંડાર અત્યાર સુધી આપે કેમ ત્યાં જ રહેવા દીધો ? એને આપે પોતે કેમ બહાર ન કાઢી લીધો ?"
યોગીએ સ્મિત કરીને કહ્યું : “ મહાનુભાવ, તમારી શંકા સાચી છે – કોઈને પણ આવી શંકા થાય; પણ એમ થવાનું કારણ છે. જરા મારી વાત સાંભળો. "
શ્રેષ્ઠી આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળી રહ્યો. દિવાકરે પોતાની વાત કહેવા માંડી :
“ ગંગા નદીની પાસે આવેલ સરવણ નામનો નેસડો એ મારું મૂળ વતન. અમે વર્ષે બ્રાહ્મણ. મારા પિતાનું નામ જલણ વિપ્ર. યુવાવસ્થામાં. જ હું કુસંગે ચડી ગયો અને મને અનેક વ્યસનો વળગ્યાં. એ વ્યસનોએ મને ઘરચોર બનાવ્યો. મારાં આવાં અપકૃત્યોથી ગુસ્સે થઈને એક વાર પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. મને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યા જેવું થયું. હવે મારા સ્વચ્છંદનો આરો ન રહ્યો.
રખડતો રખડતો હું શ્રીપર્વત નામે સ્થાને જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફામાં એક યોગીને ધ્યાનમગ્ન જોઈને હું એમનાં ચરણોમાં બેસી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org