________________
૧૨ ] રાગ અને વિરાગ
અને પછી તો એમણે પોતાનાં પુત્ર-પુત્રીઓ દ્વારા પુરુષની બોતર કળા અને સ્ત્રીની ચોસઠ કળાની સ્થાપના કરી.
28ષભના પુત્ર કુમાર ભરત તો જાણે પુરુષાર્થનો અવતાર. એમણે પુરુષોની બોતેર કળાઓ યુગલિયાંઓને શીખવવા માંડી.
બીજા પુત્ર બાહુબલી. એ પણ એવા જ બળવાન. અને એમની કાયા જુઓ તો રૂપરૂપનો અંબાર. લોકો તો એમને કામદેવનો અવતાર લેખતા ! એમણે સ્ત્રીઓની ચોસઠ કળાઓ પ્રસારવાનું કામ ઉપાડી લીધું.
કુમાર ભરતની સહોદરા બ્રાહ્યી તો સાક્ષાત સરસ્વતીનો અવતાર હતી. 2ષભદેવે એને અઢાર લિપિનું જ્ઞાન આપ્યું.
અને બાહુબલીની સહોદરા સુંદરી ? એ તો સાચેસાચ સુંદરી જ હતી. એ તો શાસ્ત્ર અને ગણિતની અધિષ્ઠાત્રી બની ગઈ. કુમાર ભરત તો એની પાછળ ઘેલો જ થઈ જતો.
આ રીતે કળા અને વિદ્યાનો જન્મ થયો. '* કરે તે પામે ના કર્મયુગનો ત્યારે આરંભ થયો.
અને જિજીવિષાના કારમા યુદ્ધમાં ષભદેવ સૌને સાચો માર્ગ બતાવીને સાચા માર્ગદર્શક અને સાચા અધિનાયક બની ગયા.
યુગલિયાઓએ એમને પૃથ્વપતિ તરીકે વધાવી લીધા.
કર્મયુગ સોળે કળાએ ખીલવા લાગ્યો હતો.
દૈવી અને આસુરી, બન્ને વૃત્તિઓ હવે માનવસમૂહોમાં રેલાવા લાગી હતી. કેટલાક બીજાને મારીને પોતે જીવવા મથતા હતા; તો વળી બીજા કેટલાક પોતાના જીવના જોખમે પણ બીજાને બચાવવા તૈયાર હતા !
એક બાજુ રાજા ઋષભદેવ રાજપાટ અને વૈભવવિલાસની સાહ્યબીનો ત્યાગ કરીને તપસ્વી બનીને તપ તપતા હતા. એમને પોતાના આત્માના કુંદનને શુદ્ધ કરવાની અજબ લગની લાગી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org