________________
ગ
- છેલ્લો અહંકાર | ૨૧ હેઠા ઊતરો !”
બાહુબલીનું ધ્યાન તૂટી ગયું. એ વિચારી રહ્યા : “ આ કોનો સાદ ? અરે, આ તો બહેની બ્રાહ્મી અને ભિગની સુંદરીનો સાદ ! પણ અહીં ગજ ક્યાં છે ? આ બહેની શું કહે છે ?'
બાહુબલી જરા ઊંડા ઊતરી ગયા : “ હા. હા. બહેની સાચું કહે છે. અહંકારના ગજ ઉપર ચડીને આત્મજ્ઞાન ન લાધે ! સાચી વાત ! હું યોગી થયો, પણ માર્ગ ભૂલ્યો ! નાના ભાઈઓને વંદન નહીં કરવાનો મારો અહંકાર જ મારી તપસ્યા અને સાધનાને સિદ્ધ થતી અટકાવે છે ચાલ, થયેલી ભૂલની હું ક્ષમા માગું અને ભાઈઓનાં ચરણોમાં જઈ વંદન કરું.'
બાહુબલીએ પગ ઉપાડ્યા અને છેલ્લા અહંકારનો એ કાંટો દૂર થતાં જ બાહુબલીના આત્મામાં અજવાળાં થઈ રહ્યાં !
બહેનોનો સાદ ભાઈનું પરમ કલ્યાણ કરી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org