________________
૨૬] રાગ અને વિરાગ પહોંચી ગયા અને સૂરિજીને પેલી ગાથાનો મર્મ આપવા વિનવી રહ્યા.
સૂરિજીએ કહ્યું : “ મહાનુભાવ ! આવુ શાસ્ત્રજ્ઞાન તો સાધુજીવન સ્વીકારી, ધર્મની સાધના કર્યા વગર ન મળી શકે એ માટે તો સંસારનો ત્યાગ કરવો ઘટે !”
પણ હવે હરિભદ્ર પાછા પડે એમ ન હતા. એક બાળકના જેવી સરળતાથી એમણે આચાર્યને પૂછ્યું : “ સૂરિવર ! ધર્મ એટલે શું ? અને એની સાધનાનું ફળ શું ?" ' સૂરિજીએ કહ્યું : “ ભદ્રપુરુષ ! ધર્મ બે પ્રકારના : સકામ ધર્મ અને નિષ્કામ ધર્મ અને એની સાધનાનું ફળ પણ બે પ્રકારનું સમજવું : સકામ ધર્મનું ફળ ભોગવિલાસની સામગ્રીની. સંપત્તિની કે સ્વર્ગની પ્રાપ્તિ વગેરે. એનાથી સંસારના સુખો તો મળે, પણ સંસાર ટૂંકો ન થાય; આત્માની મુક્તિ એટલી દૂર ઠેલાય. અને નિષ્કામ ધર્મ (અનાસક્તિ)નું ફળ એક જ અને તે ભવવિરહ. ભવવિરહ એટલે સંસારનો વિરહ, મુક્તિની પ્રાપ્તિ. મહાનુભાવ, યથારુચિ અને યથાશક્તિ ધર્મનું ગ્રહણ કરો ! "
અને હરિભ વિના વિલંબે જ વિનમ્રભાવે કહ્યું : “ સૂરિવર્ય ! મને તો ભવવિરહ જ ખપે ! મને એવા ધર્મનું દાન કરો !”
ગુરુ પણ આવા સુયોગ્ય પંડિત શિષ્યનો લાભ જાણીને અતિ આહલાદિત થયા.
અને પેલા વૃદ્ધ સાધ્વીના પ્રેય પંડિત હરિભદ્ર સાચું જ્ઞાન મેળવવા મુનિ હરિભદ્ર બની ગયા. તે દિવસે દ્વિજ હરિભદ્રનો જાણે નવો અપૂર્વ દ્વિજસંસ્કાર થયો !
હરિભદ્રને ધર્મપુત્ર તરીકે સ્વીકાર કરનાર એ ધર્મમાતાનું નામ સાધ્વી યાકિની. ભિક્ષુણીસંઘનાં એ વડાં, એટલે એમનું પદ મહારાનું. | મુનિ હરિભદ્ર મનોમન એ ધર્મમાતાનો ઉપકાર સ્વીકારી રહ્યા, એમને નમી રહ્યા.
પંડિત હરિભદ્ર મુનિ બનીને જ્ઞાન-ધ્યાન-અધ્યયનમાં નિરત બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org