________________
કૃતજ્ઞતા D ૨૭ ગયા. એક બાજુ એ જ્ઞાનદીપથી અંતરને અજવાળે છે, તો બીજી બાજુ ચારિત્રની જ્યોતથી આત્માના મળને ઉલેચે છે.
થોડા વખતમાં તો મુનિ હરિભદ્ર મહાજ્ઞાની બનીને આચાર્ય હરિભદ્ર બની ગયા.
અને એ મહાજ્ઞાનીનો જ્ઞાનરાશિ વિધવિધ શાસ્ત્રોની રચનારૂપે વિશ્વ સમક્ષ રજૂ થવા લાગ્યો છે.
પણ હવે હરિભદ્રમાં જ્ઞાનનું એ ગુમાન નથી, વિદ્યાનું એ અભિમાન નથી. એ તો જેમ જેમ જ્ઞાનના માર્ગે આગળ વધે છે, તેમ તેમ નમ્ર, અતિ નમ્ર અને વિનમ્ર બનીને સત્યની શોધ કર્યા કરે છે. એમની વિદ્યા હવે ગુમાનનું સાધન મટીને સત્યશોધનનું સાધન બની ગઈ હતી.
અને આ બધી ઊંડી જ્ઞાનસાધના અને ઉત્કટ જીવનસાધના વચ્ચે પણ, ધર્મમાર્ગ ચીંધીને પોતાની ઉપર અપાર ઉપકાર કરનાર ધર્મમાતાને એક દી વીસરતા નથી; એનું સદા સર્વદા એ કૃતજ્ઞભાવે સ્મરણ કર્યા કરે
અને પોતાના જીવનસર્વસ્વમાં મહામૂલ શાસ્ત્રગ્રંથોને અંતે પોતાની ધર્મમાતાના ઋણનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવામાં જ એ ભારે આત્મસંતોષ અને આનંદ અનુભવે છે.
પોતાની જાતને ઓળખાવવા માટે બીજો કોઈ વિશેષણો હવે એમને રુચતાં નથી, એવાં વિશેષણો તો એમને માત્ર શબ્દજાળ જેવાં જ લાગે છે. અને એક કાળે પોતાની જાતને “કળિકાળના સર્વજ્ઞ' તરીકે ઓળખનાર જાણે પોતાની એ વૃત્તિ તરફ સ્મિતભાવે જોઈ રહે છે !
અને જેમ જેમ જ્ઞાનનો ઉન્મેષ થતો ગયો તેમ તેમ એ તો છેવટે પોતાની જાતને “સત્પમતિ " કહેવામાં જ આનંદ માનવા લાગ્યા.
એ તો પોતે રચેલાં શાસ્ત્રોને અંતે પોતાની જાતને કૃતજ્ઞતાપૂર્વક ઓળખાવે છે – “વિનીમધિનુ " –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org