________________
નિર્ભયતાને રાજમાર્ગ munununun લોકોને મુસલમાન ધર્મમાં વટલાવવામાં આવતા. અસંખ્ય હિંદુઓએ જીવ બચાવવા મુસલમાન ધર્મ સ્વીકાર્યો.
પંજાબમાં જુલમ વધવા લાગે, ત્યારે બ્રાહ્મણે શીખ ગુરુ તેગબહાદુરના શરણે ગયા અને વિનતિ કરી કે “અમારા ધર્મનું રક્ષણ કરે.” ગુરુએ કહ્યું: “તમે ઔરંગઝેબ પાસે જાઓ અને કહે કે અમારા યજમાને મુસલમાન ન થાય ત્યાં સુધી અમે મુસલમાન થઈને શું ખાઈશુ?” માટે ક્ષત્રિજેને પહેલાં મુસલમાન કરો અને બધા ક્ષત્રિયોમાં સૌથી પહેલું મારું નામ દઈને કહેજે કે “તેગબહાદુર મુસલમાન - થશે તે એના દેખાદેખી બીજા અનેક હિંદુઓ મુસલમાન ધર્મ અંગીકાર કરશે.”
ગુરુની સૂચના અનુસાર બ્રાહ્મણેએ દિલ્હી જઈ ઔરંગઝેબને વિનતિ કરી. બાદશાહે ગુરુ તેગબહાદુરને દિલ્હીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. ગુરુ દિલ્હી જવા નીકળ્યા ત્યારે શિષ્યોએ કહ્યું: “ત્યાં ગયા પછી તમારી હત્યા કરશે, માટે આપ ન જાઓ.” ગુરુ બેલ્યાઃ “હું એ જાણીને જ જઉં છું. સાધુને મૃત્યુને ભય કે ! ગુરુનાનક સાહેબના વચનનું
સ્મરણ કરો. તેમને એવું ભવિષ્ય ભાખેલું કે સાત સાધુઓની હત્યા નહિ થાય ત્યાં સુધી આ દેશના ઉદ્ધારને કેઈ ઉપાય નથી. તમે લેકે મને સાધુ ગણે છે, એટલા માટે હું જ સૌથી પ્રથમ મારૂં બલિદાન આપવા જાઉં છું. એમ આરંભ કર્યાથી જ એકે એકે સાત બલિદાને પૂરા થશે અને દેશને ઉદ્ધાર થશે. “સત્ય શ્રી અકાલકી જય !”