________________
૧૯૦૬ ]
કન્યાવિક્રય. એટલે જે માણસ કન્યા વેચે છે તેના કરતાં પારધી હજાર દરજે સારે; કારણ કે તે બીજા પ્રાણીઓને માટે જ નિર્દયતા વાપરે છે. પણ પોતાના બાળક ઉપર તે દયા રાખે છે. વળી તે એટલો દયાળુ છે કે તે એકદમ પ્રાણ લે છે. અને કન્યાવિય કરનાર તે રીબાવી રીબાવીને મારે છે. અરે શ્રેષ્ઠ કુળમાં જન્મેલા આર્યો! તમે કોણ છે? તમારા પૂર્વજો કોણ હતા? તે કેવા સદગુણ હતા ? કેવા પરાક્રમી હતા? કેવા સમર્થ હતા? કેવા પુન્યશાળી હતા? તમે હાલ અધમ દશાને પહોંચ્યા છે ! તમે હાલ નીચ કરતાં ઉતરતા નીવડ્યા છે? તમે હવે દંભી અને ઢેગી થયા છે ? તમે ઈશ્વરને ઠગનારા પાક્યા છો ? તમારા કપાળ માં જે ટીલાં છે. આવા સંજોગોમાં તમારે એમ સમજવાનું છે કે તમારા કાળા કૃત્યની સજાના ડામ છે. એમ ફેગટ ટીલાં કરનારને શું સ્વર્ગને દરવાજો મળશે કે મેક્ષને દરવાજો પાપી પુરૂષને પ્રવેશ કરાવવાને એ દરવાજા નથી એ પાપીની આ વાત જાણી સ્વર્ગદ્વાર બંધ થઈ ઉપર ખંભાતી તાળાં દેવાશે. તથા વજની ભારે ભેગળે ભીડાશે. એટલું જ નહિ પણ એવા અધમ ઓને પાછા પછાડી પાતાળમાં અઘેર નર્કમાં રીબાવી રીબાવીને ઠાર કરશે.
દીકરી અને ગાય-જ્યાં દોરે ત્યાં જાય–બિચારી નિર્દોષબાળાઓને લૂલા, લંગડા ખેડા, બોબડા, બહેરા કે આંધળાની સાથે પણ પરણાવતાં આથકો ખાતા નથી. દીકરીનું દ્રવ્યહરણ કરી તેને જીંદગી સુધી ટુકડા માગતી કરનારને-વિદ્વાનો અને સજજનેચડાળ કહે-કસાઈ કહે કે અઘોર કર્મ કરનાર પાતકી કહે તેના સામી આપણે કઈ દલીલ કરી શકીશું ?, તેઓ બિચારી અબળાઓને-નિર્દોષ બાળાઓને-કુમળા પુષ્પો ઈલાજ ચાલે ? આખી જીંદગી સુધી દુઃખ ભોગવી માબાપને અંતઃકરણપૂર્વક શ્રાપ દે. વિના અપરાધે દેહાત દંડ દેનાર માબાપને ઈશ્વર તરફથી કંઈ ઓછી શિક્ષા મળતી નથી. ઈશ્વરના કોપે–અને તમારી બાળાઓના શ્રાપે અને તમારાં કુકર્મથી તમારી પાયમાલી થઈ છે, અને થશે.. • વળી : (સ્વર્ગ) = (નર્ક) વિષે વિદ્વાનોનું પણ એજ મત છે કે –જે માણસ પિતાની ફરજ સમજીને તે અદા કરે છે તેનું સ્થાન તે સ્વર્ગ (વ) છે. અને જે માણસ - કન્યાવિક્ય કરીને–ચોરી કરીને કોઈના જાનમાલને નુકશાન કરીને રૂશ્વત લઈને જે દ્રવ્ય મેળવે છે તે મનુષ્યનું રહેઠાણ તેજ નર્ક (7) છે.
એક એવી પણ વાર્તા મારા સાંભળવામાં આવી છે કે એક બાળકની પ્રાપ્તિ માટે એક અજ્ઞાન માતુશ્રીએ માંસ ભક્ષણ કરવાની બાધા રાખેલી, તે બધાના બંધમાંથી મુકત થવાને તેને માંસ ખાવાનું જરૂરનું લાગ્યું. એટલે એક પંડિતની સલાહ લેતાં તેણે શાસ્ત્રથી ખાતરી કરી આપી કે –કન્યાવિયથી પિસ મેળવનારને ત્યાં જમવું અને માંસ ભક્ષણ કરવું એ બેમાં કાંઈ તફાવત નથી. તે ઉપરથી તેણે તે ઈલાજ કામે લગાડે– આ હકીકત તમને શલ્યરૂપ લાગશે. પૃથ્વીદેવી માગ આપે તે પૃથ્વીમાં ઉતરી પડી એ એવું કહેવરાવશે; પણ બંધુઓ હવે પશ્ચાતાપ નકામે છે. ભૂલ્યા ત્યાંથી ફરીને ગણે, બે બાજુઓ તપાસી જુઓ, તમારી જીદગી શૂળધાણી થતાં બચાવો. (અપૂર્ણ.) *