Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક પ્રણાલીને અપનાવવી આવશ્યક બની જાય છે. અનેક ભેદપ્રભેદો હોવા છતાં પણ આ પ્રકારનાં સંગઠનોને સુચારુરૂપે ચલાવવા માટે મુખ્ય રૂપે બે પ્રણાલીઓને પ્રધાન માનવામાં આવી છે. પ્રથમ એકતંત્રીય પ્રણાલી અને બીજી પ્રજાતંત્રીય પ્રણાલી.
એકતંત્રીય પ્રણાલીમાં એક વ્યક્તિને સર્વસત્તા-સંપન્ન અધિનાયક બનાવી દેવામાં આવે છે. પ્રજાતાંત્રિક પ્રણાલીમાં અધિકારી અને અધિકૃત, નાના-મોટાના ભેદનું કહેવા માત્રનું સ્થાન હોય છે.
તીર્થ-પ્રવર્તનકાળથી લઈને આજ સુધીના ભગવાન મહાવીરના ધર્મસંઘના ઇતિહાસનું સુચારુ પર્યાલોચન કર્યા પછી એ જ તથ્ય પ્રગટ થાય છે કે પ્રારંભથી જ એનું સંચાલન એક એવી સુંદર અને સુદઢ પ્રણાલી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ન તો વિશુદ્ધ એકતંત્રીય પ્રણાલી કહી શકાય અને નહિ પૂર્ણ પ્રજાતાંત્રિક. કૈવલ્યોપબ્ધિના અનંતર તીર્થપ્રવર્તનના સમયે ભગવાન મહાવીરે પોતાના ધર્મસંઘના સંચાલન માટે પ્રજાતાંત્રિક પ્રણાલી અને એકતંત્રીય પ્રણાલીના માત્ર ગુણોને ગ્રહણ કરી એક મિશ્રિત પ્રણાલીને વધારે ઉપયુક્ત સમજી. - સંઘ તેમજ આચરણ પ્રત્યે નિષ્ઠાવાન, પ્રત્યુત્પન્નમતિ, શાસન નિપુણ, ઓજસ્વી, પ્રતિભાશાળી, વ્યવહારકુશળ તેમજ યોગ્યતમ્ અધિકારીના સાંકુશ અધિનાયકત્વમાં પોતાના ધર્મસંઘનું ચિરજીવન તથા ચિરસ્થાયી હિત સમજીને ભગવાન મહાવીરે સંઘના સંચાલન માટે એક મિશ્રિત પ્રણાલી નિર્ધારિત કરી. એમાં એવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે એ વ્યવસ્થાઓને કાર્યાન્વિત કરવાથી એ હિંમેશાં નિર્દોષ અને પૂર્ણ સ્વસ્થ પરંપરા બની રહે.
સંક્ષેપમાં કહેવામાં આવે તો એ સંઘના અંકુશ (નિયંત્રણ) સહિત એક એવી એકતંત્રીય શાસનપ્રણાલી હતી, જેમાં નામમાત્રની પણ એકાતિકતા અથવા નિરંકુશતા ન હતી. દરેકના વિચારો પ્રત્યે સન્માન અને સમાદર રાખવામાં આવતાં હતાં. સમગ્રરૂપે વિવેકની કસોટી ઉપર ઘસીને પછી જ ગંભીર પ્રશ્નો ઉપર સંઘ અને આચાર્ય દ્વારા નિર્ણય આપવામાં આવતો હતો. એમનો નિર્ણય સર્વોપરી અને સર્વમાન્ય રહેતો હતો. [ ૧૬ ઉ6969696969696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)