Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
( પુરાતન પ્રામાણિક આધાર) અમે અંગો ઉપાંગો, નિર્યુક્તિઓ, ટૂંક-ટિપ્પણીઓ, ટીકાઓ, ભાષ્યો, ચરિત્ર-ગ્રંથો, કથાકોષો, સ્થવિરાવલીઓ, પટ્ટાવલીઓ, જૈન તેમજ વૈદિક પરંપરાનાં પુરાણો, વિભિન્ન ઇતિહાસ ગ્રંથો, બૌદ્ધ પરંપરાના ગ્રંથો, શિલાલેખો, પ્રકીર્ણક ગ્રંથો તથા બધા પ્રકારની ઉપલબ્ધ સામગ્રીઓના પર્યવેક્ષણ, પર્યાલોચનના માધ્યમથી પ્રામાણિક સાધનોના આધારે અથથી ઇતિ સુધી શૃંખલાબદ્ધ રૂપમાં જૈન ઇતિહાસના આલેખનની અમિટ અભિલાષા કરી યથામતિ કંઈક લખવાનો પ્રયાસ કર્યો છે. પ્રારંભથી લઈ અંત સુધી આ ગ્રંથના લેખનમાં એ વાતનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે કોરી કલ્પનાઓ અને નિરાધાર અનુકૃતિઓને મહત્ત્વ ન આપતા પ્રાચીન ગ્રંથો અને અભિલેખોના આધારે પ્રામાણિક ઐતિહાસિક તથ્યોનું જ નિરૂપણ કરવામાં આવે. એ જ પ્રકારે ઘણી બધી ચમત્કારિક રૂપથી ચિત્રિત ઘટનાઓનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આ સ્પષ્ટીકરણનું મુખ્ય તાત્પર્ય એ જ છે કે પ્રસ્તુત ગ્રંથમાં જે કંઈ પણ લખ્યું છે, એ બધું જ સાધાર છે, એક પણ વાત નિરાધાર નથી લખવામાં આવી.
(વિશુદ્ધ ઉદેશ્યઃ કેવળ તથ્યની ખોજ) - આ એક નિર્વિવાદ સત્ય છે કે ઇતિહાસના ક્ષેત્રમાં માત્ર એ જ વિવરણોને પૂર્ણ પ્રામાણિક માનવામાં આવે છે, જેમાં સત્ય સિદ્ધ કરવા માટે ચોક્કસ આધાર હોય. કેટલીક માન્યતાઓને અપ્રામાણિક - અમાન્ય સિદ્ધ કરવા માટેના પ્રબળ તથ્ય અમને ઉપલબ્ધ થયા છે, એને યથાસ્થાન ઉલ્લેખી અમે વાસ્તવિકતાને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. એવા પ્રસંગો ઉપર અમારે કેટલાક એવા પ્રકારનાં તથ્ય પણ પ્રસ્તુત કરવા પડ્યાં છે, જે કેટલાક વિદ્વાનોની માન્યતાઓને અનુકૂળ નથી. એવું કરવાની પાછળ અમારી કિંચિત્માત્ર પણ એવી ભાવના નથી રહેલી કે કોઈના કોમળ મનને ઠેસ વાગે. અમારી ચેષ્ટા માત્ર એ જ રહી છે કે વસ્તુસ્થિતિને પ્રકાશમાં લાવવામાં આવે.
(સંઘ સંચાલિત પ્રણાલી) કોઈ પણ સંગઠન, ભલે પછી તે ધાર્મિક, રાજનૈતિક, સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક સંગઠન હોય, એના સંચાલન માટે કોઈક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 802999696969696963 ૧૫ |