Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેપનામોનો કોશ
२१
આપ્યું. અગદે પણ રાજાને ઝેર આપ્યું. રાજા અગદ ઉપર કોધે ભરાયા કારણ કે અગદે આપેલું ઝેર ખૂબ જ થોડું હતું. સંદે વિષ્ય અને નમ્રતાપૂર્વક ને કહ્યું. “હે રાજા ! આ ઝેર સાધારણ ગુણાનું નથી. આ ઝેરની ખુબ જ થોડી માત્રા હજારો માણસોને એક પછી એક મારી નાખી શકે છે. જે માણસના શરીરને ઝેરની અસર થઈ હોય તે માણસના તેવા શરીરને જે કેવળ સ્પર્શ જ કરે તે માણસના શરીરમાં પણ તે ઝેર પ્રવેશી જાય છે. આમ આ ઝેર ક્રમશઃ એક પછી એક હજાર માણસોના શરીરમાં પ્રવેશી પ્રસરી ગયા પછી જ બિનઅસરકારક બને તેથી જ
આ ઝેરને સહસ્રવેધિવ્ કહેવામાં આવે છે.' પછી એક હાથી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને તે પ્રયોગ સફળ થયો. રાજા પ્રસન્ન થયા.
૧. આનિ. ૯૩૮, નન્દ્રિય, પૃ. ૧૬૬, ૨. આવચૂ.૧.પૃ. ૫૫૪,નન્દ્રિય. પૃ.૧૬૨.
અગલદત્ત (અગડદત્ત) જુઓ અગડદત્ત.૧
૧. ઉત્તરાશા. પૃ. ૨૧૫.
અગલુદત્ત જેમ આવશ્યક શસ્ત્રોથી સજ્જ બુદ્ધિમાન અગલુદત્ત દુશ્મનદળોને જીતી લે છે તેવું જ કર્મદળોનો નાશ કરવા ઇચ્છનાર ભક્તની બાબતમાં છે. આ અગલુદત્ત અને અગડદત્ત એક જ વ્યક્તિ છે.
૧
૧. આવચૂ. ૧. પૃ. ૪૫૨, ઉત્તરારૢ. પૃ. ૧૧૬.
અગારી મંત્રેલા ખાદ્યાન્નનો ત્યાગ કરવો જોઈએ એના સમર્થનમાં આપવામાં આવેલું દૃષ્ટાન્ત. પોતાના પતિને વશ કરવા માટે અગારીએ એક પરિવ્રાજિકા પાસેથી મંત્રેલા ચોખા(રાંધેલા) લીધા પણ રખેને તેનો પતિ તે ખાવાથી મરી જાય એ ભયના કારણે તેણે તેના પતિને તે ખાવા ન આપ્યા પણ ફેંકી દીધા. હવે આ ફેંકી દીધેલા ચોખા એક ગધેડો ખાઈ ગયો. પરિણામે તે ગધેડો તેમના ઘરનાં બારણાંને ધક્કા મારવા લાગ્યો. આવાં પરિણામોને ટાળવા સાધુઓને મંત્રેલું ખાદ્યાન્ન ન લેવાની સલાહ આપવામાં આવે છે.
૧. ઓનિ, ૫૯૮-૯૯.
અગ્દતાવસ (અગ્રતાપસ) ધણિદ્ઘા નક્ષત્રનું ગોત્રનામ. તેનું બીજું નામ અગભાવ
છે.
૧. સૂર્ય. ૫૦. અગ્ગભાવ (અગ્રભાવ) અગ્દતાવસનું બીજું નામ.
૧. જમ્બુ. ૧૫૯.
Jain Education International
૨. જમ્મૂ. ૧૫૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org