Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સખત છે.
૧. ઉત્તરા.૧૯.૫૦, સૂત્ર.૧.૫.૧,૧૦,
કલંબુયા (કલમ્બુકા) જે સ્થળે મહાવીર આવ્યા હતા તે સ્થળ.૧ અંગ(૧) નામના પ્રાચીન દેશના પૂર્વ ભાગમાં ક્યાંક તે આવેલું છે.
૧. આનિ.૪૮૨, આવચૂ.૧.પૃ.૨૯૦, વિશેષા.૧૯૩૬, આવમ.પૃ.૨૮૧. કલ્પધ.પૃ.૧૦૬,કલ્પવિ.પૃ.૧૬૬,
૨. શ્રભમ.પૃ.૩૬૦.
કલાદ તૈયલિપુરમાં રહેતો સોની. ભદ્દા(૧૮) તેની પત્ની હતી. તેમને એક રૂપાળી પોટ્ટિલા નામની પુત્રી હતી.
૧. શાતા.૯૬, વિપાઅ.પૃ.૮૮.
કલાય વિયાહપણત્તિના એકવીસમા શતકના બીજા વર્ગનું પ્રથમ પ્રકરણ.૧
૧. ભગ.૬૮૮.
કલાવઈ (કલાવતી) એક ઉમદા સ્ત્રી.૧
૧. આવ.પૃ.૨૮.
૧
૨.
૩
૧. કલિંગ (કલિઙ્ગ) એક આરિય (આર્ય) દેશ અને તેના લોકો. પંચણપુર તેનું પાટનગર હતું. એક દેવે પૂર દ્વારા તેના વિનાશનું ભવિષ્ય ભાખ્યું હતું. સોપારગનો સુથાર કોક્કાસ વિમાનમાં ઊડીને કલિંગ ગયો હતો.” કરકંડુ ત્યાં રાજ કરતો હતો.પ તેની એકતા વૈતરણીની દક્ષિણે આવેલા વર્તમાન ઓરિસા અને વિઝાગાપટ્ટમ્ સુધી દક્ષિણપશ્ચિમના દરિયાકિનારાના પ્રદેશને આવરી લેતા ભૂભાગ સાથે સ્થાપવામાં આવી છે.
૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨.પ્રજ્ઞા.૩૭,વ્યવમ.૧૦.૪૫૦,
ઉત્તરાગ્ન. પૃ.૧૭૮. ૩. ઓઘનિભા.૩૦.
૨. કલિંગ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
કલિંદ (કલિન્દ) એક આરિય (આર્ય) જાતિ. આ અને કલંદ એક છે.
૧. પ્રજ્ઞા.૩૭, બૃભા.૩૨૬૪.
૧. કવિલ (કપિલ) ધાયઈસંડના ભરહ(૨) ક્ષેત્રના પૂર્વાર્ધના વાસુદેવ(૧). તેમની રાજધાની ચંપા(૨) હતી. તેણે અને જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધના વાસુદેવ કણ્ડ(૧)એ એકબીજા સામે શંખ ફૂંક્યા હતા. તેણે (કવિલે) અંવરકંકા(૧)ના રાજા પઉમણાભ(૩)ને રાજગાદી પરથી ઉઠાડી તેના પુત્રને રાજગાદી સોંપી હતી.
Jain Education International
૧૮૭
૪. આવચૂ.૧.પૃ.૫૪૧.
૫. આવભા.૨૦૮,ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ.
પૃ.૨૯૯.
૬. લાઈ. પૃ.૨૯૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org