Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૨૦
દિસાદિ (દિશાદિ) મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક.
૧. જમ્મૂ.૧૦૯, સમ.૧૬.
દિસાપોખિ (દિશાપ્રોક્ષિન્) ફલ આદિ એકઠાં કરતાં પહેલાં બધી દિશાઓમાં પાણી છાંટતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧
૧. ભગ.૪૧૭, ઔપ.૩૮,નિર.૩.૩, ભગઅ.પૃ.૫૧૯,આવચૂ.૧.પૃ.૪૫૭, ૪૭૦
૭૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
દિસાપોખિય (દિશાપ્રોક્ષિક) આ અને દિસાપોષ્ઠિ એક છે.
૧. આવચૂ.૧.પૃ.૪૫૭, ૪૭૦-૭૧.
દિસાસોન્થિય (દિશાસ્વસ્તિક) રુયુગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર.
૧. સ્થા.૬૪૩.
દિસાસોવસ્થિય (દિશાસૌવસ્તિક) પાણત કલ્પ(સ્વર્ગ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. આચા.૨.૧૭૬.
૨. સમ.૨૦.
દિસાહત્યિક્રૂડ (દિશાહસ્તિફૂટ) હાથીના આકારનું પર્વતનું શિખર. જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતના ભદ્દસાલવણમાં આઠ દિશાઓમાં આવાં આઠ શિખરો આવેલાં છે. તે આ પ્રમાણે છે — પઉમુત્તર(૧), ણીલવંત(૫), સુહત્યિ(૨), અંજણગિરિ(૧), કુમુદ(૨), પલાસય, વૉર્ડસ(૧) અને રોયનાગિરિ.
૧. સ્થા. ૬૪૨.
દિસિ (દિશા) વિયાહપણત્તિના દસમા શતકનો પહેલો ઉદ્દેશક.
૧. ભગ. ૩૯૪.
દિસિકુમારી (દિશાકુમારી) આ અને દિસાકુમારી એક છે.
૧. સ્થા. ૫૦૭.
૧
દિસિદેવયા (દિશાદેવતા) આ અને દિસાકુમારી એક છે.
૧. સ્થાય.પૃ.૪૩૯.
૧. દીવ(દીપ) વિયાહપણત્તિના (૧) સોળમા શતકનો અગિયારમો ઉદ્દેશક તેમજ (૨) નવમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૨
Jain Education International
૧. ભગ.૫૬૧.
૨. એજન.પૃ.૬૪૮.
૨. દીવ (દ્વીપ) સુરટ્ટની દક્ષિણે દરિયાપાર આવેલો પ્રદેશ. તે પ્રદેશમાં સાભરગ સિક્કાનું ચલણ હતું. તેની એકતા વર્તમાન દીવ સાથે સ્થાપી શકાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org