Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 461
________________ ૪૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અત્યંત માતૃભક્ત રાજા પૂસણંદી સાથે તેને પરણાવવામાં આવી હતી. પૂસણંદીની અતિ માતૃભક્તિના કારણે દેવદત્તાને સદા લાગ્યા કરતું હતું કે તેના પતિ સાથે આનંદપ્રદ ભોગ ભોગવવામાં તેની સાસુ વિઘ્નરૂપ છે. તેથી અનુકૂળ તક મળતાં તેણે તેની સાસુને કપટપૂર્વક મારી નાખી. જ્યારે પૂસણંદીએ આ જાણ્યું ત્યારે તેણે દવદત્તાનાં નાક-કાન કાપી નાખ્યાં અને મૃત્યુદંડની શિક્ષા કરી. આવી કડક શિક્ષા તેનાં પૂર્વકર્મોનું ફળ હતું. તેના પૂર્વભવમાં તે સુપટ્ટ(૬) નગરના રાજા મહાસણ(૬) અને તેની રાણી ધારિણી(૨૪)નો પુત્ર રાજકુમાર સીહસેણ(૧) હતો. સહસણને પાંચ સો પત્નીઓ હતી, તેમાં સામા(૧) મુખ્ય હતી. તે સામામાં ખૂબ આસક્ત હતો અને બીજી પત્નીઓની તે દરકાર કરતો ન હતો. તેથી સામાની શોકોએ અને તેમની માતાઓએ ઈષથી પ્રેરાઈને સામાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. જ્યારે સામા દ્વારા સીહસેણે આ જાણ્યું ત્યારે તેણે કાવતરાખોર પોતાની બધી પત્નીઓને અને તેમની માતાઓને જીવતી સળગાવી મારી નાખી. આવા ઘાતકી કૃત્ય બદલ તે મરીને નરકમાં ગયો અને ત્યાર પછી તેણે દેવદત્તા તરીકે જન્મ ધારણ કર્યો. ૧. સ્થાઅ.પૃ.૫૦૮, વિપા.૩૦-૩૧. ૨. વિપા.૩૦-૩૧. . દેવદત્તા ઉજેણી નગરની મુખ્ય ગણિકા. તેની માતા તે મૂલદેવ(૧)ના બદલે ધનિક શેઠ અયલ(૧)ને પસંદ કરે એમ ઇચ્છતી હતી પણ તે તો વિદ્વાન અને ચતુર મૂલદેવને પ્રેમ કરતી હતી. એકવાર તેણે શેરડીના દૃષ્ટાન્તથી પૂરવાર કર્યું કે મૂલદેવ ખરેખર બુદ્ધિમાન અને પ્રેમને યોગ્ય છે. તેની માતા આ સહન કરી શકી નહિ. તેથી તેણે અને અયલે સાથે મળી કાવતરું રચ્યું જેના પરિણામે મૂલદેવને નછૂટકે નગર છોડી દેવું પડ્યું. સદ્ભાગ્યે કેટલોક સમય પસાર થયા પછી તેનો વેણાયડ નગરના રાજા તરીકે અભિષેક થયો. વખત જતાં ઉજેણીના રાજાની કૃપાદૃષ્ટિ તેણે જીતી લીધી. પરિણામે ત્યાંથી દેવદત્તા તેણે મેળવી અને પછી તેની સાથે તેણે લગ્ન કર્યા.' ૧. ઉત્તરાયૂ.પૂ.૧૧૮-૧૧૯, દશચૂ..૧૦૫, દશહ.પૃ.૧૦૯, ઉત્તરાશાપૃ.૨૧૮ ૨૨૧, ઉત્તરાક.પૃ.૮૭. ૪. દેવદત્તા વતિભય નગરના રાજા ઉદાયણ(૧)ની રાણી પભાવતી(૩)ની ખૂંધી દાસી. રાણીના મૃત્યુ પછી, મહેલના મંદિરમાં પ્રતિષ્ઠિત મહાવીરની મૂર્તિની તે પૂજા કરતી. મૂર્તિ ગોશીર્ષ ચંદનની બનેલી હતી અને એક દેવ તરફથી ભેટમાં મળી હતી. એક વાર ગંધાર(૧)થી એક શ્રાવક તેની પૂજા કરવા આવ્યો પણ એકાએક તે બીમાર પડી ગયો. તે સાજો થયો ત્યાં સુધી દેવદત્તાએ તેની ચાકરી કરી. આભારની લાગણી સાથે તેણે ઈચ્છા પૂરી કરનારી એક સો ગાળીઓ દેવદત્તાને બક્ષિસ આપી. એક માત્ર ગોળીના ઉપયોગથી, દેવદત્તા સંપૂર્ણ સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492