Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૩૫ ગોળીની શક્તિથી રાજા પોય પોતાના ણલગિરિ નામના પ્રસિદ્ધ હાથી સાથે ત્યાં તેને પોતાની પત્ની તરીકે લેવા આવ્યો. દેવદત્તાની ઇચ્છા પ્રમાણે, રાજા પક્ઝોય તેને ઉપાડી ગયો અને સાથે સાથે બનાવટી મૂર્તિ મૂકી અસલ મૂર્તિ લઈ ગયો. દેવદત્તા એ જ કહગુલિયા છે. ૧. આવયૂ.૧.પૃ.૩૯૯-૪૦૦, પ્રશ્નઅ.પૃ.૮૯-૯૦, કલ્પ.પૃ.૧૯૯, ઉત્તરાનિ. અને
ઉત્તરાશા.પૃ.૯૬, ઉત્તરાક.પૃ.૩૪૫. ૨. નિશીયૂ.૩.પૃ.૧૪૨-૧૪૬. ૫. દેવદત્તા ચંપા નગરીની ગણિકા. એ જ નગરીના બે સાર્થવાહ જિસદર(૧) અને સાગરદર(૧)ના પુત્રો તેને પ્રેમ કરતા હતા. એકવાર શ્રમણી સુમાલિયા(૧)એ સુભૂમિભાગ(૧) ઉદ્યાનમાં તેને પાંચ પુરુષાને જ પાંચ પુરુષો પરસ્પર મિત્રો હતા) ભોગવતી અને તેમના વડે સેવા પામતી જોઈ. તેથી તે શ્રમણીએ પોતે પછીના જન્મમાં તેવી જ સ્થિતિ પામે એવી દઢ ઈચ્છા કરી, તેના પરિણામે પછીના જન્મમાં તે શ્રમણી દોવઈ તરીકે જન્મી અને પાંચ પતિઓ પામી. ૧. જ્ઞાતા.૪૬.
૨. જ્ઞાતા.૧૧૪. ૬. દેવદત્તા જેને સ્વભાવથી જ કોઈ પુરુષ ગમતો ન હતો – ભલે ને તે ગમે તેટલો ઉમદા અને ધનાઢ્ય હોય – તે ગણિકા. તેમ છતાં સ્વશણગારની કળામાં નિપુણ શેઠ તરફ તે આકર્ષાઈ હતી.'
૧. દશગૂ.પૃ.૧૦૪. ૭. દેવદત્તા કુનેહપૂર્વક ચતુરાઈથી વિવિધ ધંધાઉદ્યોગવાળી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવામાં નિષ્ણાત એવી પાડલિપુતની ગણિકા.'
૧. વિશેષાકો.પૃ.૨૯૩. દેવદિણ (દેવદત્ત) રાયગિહના ધણ(૧૦) શેઠનો પુત્ર. તેની માતા ભદા(૧૬) હતી. વિજય(૧૪) ચોરે તેનું અપહરણ કર્યું, તેનાં અલંકારો લૂંટી લીધાં, તેને મારી નાખ્યો અને કૂવામાં નાખી દીધો.'
૧. જ્ઞાતા.૩૭-૩૮. દેવદીવ (દેવદ્વીપ) સુરવરોભાસસમુદ્રને બધી બાજુઓથી ઘેરી વળેલો વલયાકાર દિપ. તે દ્વીપ ખુદ બધી બાજુઓથી દેવોઇ સમુદ્રથી ઘેરાયેલો છે. દેવભદ્ર અને દેવમહાભદ તેના અધિષ્ઠાતા દેવો છે.
૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૮૫. ૨. જીવા.૧૬૭. ૩. જીવા.૧૮૫. દેવદેવશંદીસર(૧) દ્વીપમાં સિદ્ધાયતનોના દેવદારમાં રહેતો દેવ.'
૧. જીવા.૧૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org