Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 485
________________ ૪૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધાયઈસંડ (ધાતકીખંડ) જંબુદ્દીવ પછી આવતો વલયાકાર દ્વીપ.'તે લવણ સમુદ્રને ઘેરે છે અને ખુદ કાલોય સમુદ્રથી ઘેરાયેલો છે. તેની પીઠિકા બે ગભૂતિ ઊંચી છે. લવણ સમુદ્રને સ્પર્શતા તેના એક છેડાથી કાલોય સમુદ્રને સ્પર્શતા તેના બીજા છેડા સુધીની તેની પહોળાઈચાર લાખ યોજન છે. જંબુદ્દીવના પૂર્વ તરફના ખૂણાથી ધાયઈસંડના પશ્ચિમ તરફના ખૂણા વચ્ચેનું અંતર સાત લાખ યોજન છે." બહારની બાજુનો ધાયઈસંડનો પરિઘ ૪૧૧૦૯૬૧ યોજન છે. ઉત્તરના અને દક્ષિણના ઈસુયાર(૨) પર્વતો ધાયઈસંડ દ્વીપને બે ભાગમાં વહેચે છે – પૂર્વભાગ અને પશ્ચિમ ભાગ. દરેક અર્ધભાગમાં સાત ક્ષેત્રો (ભરત(૨) વગેરે), સાત પર્વતો (ચુલ્લહિમવંત વગેરે) અને ચૌદ નદીઓ આવેલી છે; તે બધાંનાં નામ અને સ્થાન જંબુદ્દીવમાં આવેલ ક્ષેત્રો, પર્વતો અને નદીઓનાં નામ અને સ્થાન જેવાં જ છે.ધાયઈસંડના પ્રત્યેક અર્ધભાગની મધ્યમાં આવેલો મંદર(૩) પર્વત એક હજાર યોજન ઊંડો, ચોરાસી હજાર યોજન ઊંચો,તળેટીએ તેની પહોળાઈ દસ હજારથી કંઈક ન્યૂન યોજનો છે અને શિખરે તેની પહોળાઈ એક હજાર યોજન છે. આ દ્વીપનાં ભરહ(૨) અને એરવ (૧) ક્ષેત્રો પ્રત્યેક કાલચક્રના બધા છ અરો અનુભવે છે. આ દ્વીપના બન્ને અર્ધભાગોમાંથી પ્રત્યેક અર્ધભાગમાં કૂડસામલિ વૃક્ષ અને ગરુડ દેવ છે. વળી પૂર્વના અર્ધભાગમાં ધાયબરુખ છે અને પશ્ચિમના અર્ધભાગમાં મહાધાયબરુખ છે. તે સુદંસણ(૧૯) દેવ અને પિયદંસણ(૧) દેવનાં વાસસ્થાનો છે. ૧૪ ધાયઈ વૃક્ષની ઊંચાઈ આઠયોજન છે." ધાયઈસંડના પ્રદેશો, પર્વતો, શિખરો, દેવો વગેરેની સંખ્યા જંબુદ્દીવમાં તેમની જે સંખ્યા છે તેનાથી બમણી છે. ધાયઈસંડને અડસઠ ચક્કવષ્ટિવિજયછે, ચાર દરવાજા છે, બાર સૂર્યો છે, બાર ચન્દ્રો છે, ત્રણ સો છત્રીસ નક્ષત્રો છે, એક હજાર છપ્પન ગ્રહો છે અને ૮૦૩૭00 કોટાકોટિ તારા છે. ૯ સંદિગ્ગામ(૨) ધાયઈસંડના પુલ્વવિદેહના મંગલાવતી વિજય(૨૩)માં આવેલું હતું. ધાયઈસંડના પૂર્વ ભાગમાં આવેલા ભરહ(૧)ના દક્ષિણાર્ધની રાજધાની અવરકંકા હતી.૨૧ ૧.સૂત્રશી.પૃ.૧૨૨. | ૭. સ્થાઅ.પૃ.૮૧, પ્રશ્નઅ.પૃ.૯૫. ૨. સૂર્ય. ૧૦૦, જીવા.૧૭૪, અનુહ.પૃ. | ૮. સ્થા.પપપ. ૯૦. ૯. સ્થા.૭૨૧. ૩. સ્થા.૯૨. ૧૦. સમ.૮૫. ૪.સ્થા.૩૦૬,સમ.૧૨૭,સૂર્ય. ૧૦૦, ૧૧. સ્થા.૭૨૧. જીવા.૧૭૪. ૧૨. સ્થા.૯૨. ૫. સમ. ૧૩૦. ૧૩. એજન. ૬. સૂર્ય ૧OO, જીવા.૧૭૪. ૧૪. એજન, જીવા.૧૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492