Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 490
________________ ૪૬૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૧,૩૩, ૨૫૦, ૨૫૧, આચાશી પૃ.૩૮૯. ધુંધુમાર સુંસુમારપુરનો રાજા. તેને અંગારવતી નામની પુત્રી હતી.' ૧. આવચૂ.૨.પૃ.૧૯૯, આવનિ.૧૨૯૮, આવહ.પૃ.૭૧૧. ધુતફખાણગ (ધૂર્તાખ્યાનક) સસગ(૧), એલાસાઢ, મૂલદેવ(૧) અને સ્ત્રી ખંડપાણા આ ચાર ધુતારાઓએ કહેલી ઉપહાસાત્મક અને હાસ્યરસપૂર્ણ કથાઓની કૃતિ. તે ચારે ઉજેણીના ઉદ્યાનમાં રહેતા હતા. વર્ષાઋતુ હતી અને બધાંને ખૂબ ભૂખ લાગી હતી. તે ચારે જણે ભેગા થઈનક્કી કર્યું કે દરેકે એક પછી એક પોતાના અનુભવોને કે પોતે જે કંઈ સાંભળ્યું હોય તેને કહી સંભળાવવું. જેનું કથન અવિશ્વસનીય જૂઠાણું સાબિત થાય તેણે બધાને ભોજન કરાવવું પડશે અને જે પોતાના કથનને ભારહ(૨) અને રામાયણમાંથી દાખલાઓ અને દષ્ટાન્તો આપી પુષ્ટ કરશે તેણે કંઈ આપવાની જરૂર રહેશે નહિ. બધાએ વિચિત્ર અદ્દભુત વાતો કહી અને તે બધી વાતોને તેમણે મહાભારત, રામાયણ વગેરેમાં આવતી અસ્વાભાવિક અસંગત અને બુદ્ધિને અસ્વીકાર્ય એવી આખ્યાયિકાઓ, દંતકથાઓ, વગેરેથી સમર્થિત કરી, દઢ કરી.' ૧. નિશીયૂ. ૧,પૃ.૧૦૫,૪,પૃ.૨૬, બૃ.૭૨૨. ધુર અકયાસી ગહમાંનો એક ૧. સ્થા.૯૦, સૂર્ય ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. ધુરા (ધુરક) આ અને ધુર એક છે.' ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબ્બશા.પૃ.૫૩૪. ધુવ (ધ્રુવ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ધૂમકેઉ અથવા ધૂમકેતુ (ધૂમકેતુ) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. ધૂમખભા (ધૂમપ્રભા) પાંચમી નરકભૂમિ.' તેનો વિસ્તાર અઢાર હજાર યોજન છે. અહીંના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. તેનો દેખાવ ધૂમ જેવો હોઈ તેને ધૂમપૂજા કહેવામાં આવે છે. આ અને રિટ્ટા(૧) એક છે. ૧. સૂત્ર.૫.૧, સ્થા.૭૫૭. ૩. સ્થા.૭૫૭. ૨.સ.૧૮. | ૪. અનુહ.પૃ.૮૯, ઉત્તરાશા પૃદ૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492