Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૫૪
ધમ્મરુચિ (ધર્મરુચિ) આ અને ધમ્મરુઇ(૫) એક છે.૧ ૧. વિપા.૩૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ધમ્મરુયિ (ધર્મરુચિ) આ અને ધમ્મરુઇ(૩) એક છે.
૧
૧. આવચૂ.૧.પૃ. ૫૧૬.
ધમ્મવગ્ગુ (ધર્મવલ્ગ) આ ધમ્મવસુનું બીજું નામ છે.
૧. આવચૂ.૨.પૃ.૧૮૯.
ધર્મીવસુ (ધર્મવસ) ધમ્મઘોસ(૨) અને ધમ્મજસ(૨) જેમના શિષ્યો હતા તે આચાર્ય.
૧. આવનિ.૧૨૮૧, ઉત્તરાક.પૃ.૭૩.
૧. ધમ્મવીરિય (ધર્મવીર્ય) જે શ્રમણને તિઝિંછી નગરના જિયસત્તુ(૨) રાજાએ ભિક્ષા આપી હતી તે શ્રમણ. પરિણામે મૃત્યુ પછી તે રાજાનો જન્મ રાજકુમાર મહચંદ(૪) તરીકે થયો.
૧. વિપા.૩૪.
૨. ધમ્મવીરિય સાતમા તિર્થંકર સુપાસ(૧)નો સમકાલીન રાજા.
૧
૧. તીર્થો. ૪૭૦.
ધમ્મસિરી (ધર્મશ્રી) અતીત ઉસ્સપ્પિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા છેલ્લા તિર્થંકર.૧ ૧. મનિ.પૃ.૧૩૫.
૧. ધમ્મસીહ (ધર્મસિંહ) જે શ્રમણને મહાઘોસ નગરના ધમ્મઘોસ(૯) શેઠે ભિક્ષા આપી હતી તે શ્રમણ. શેઠ મૃત્યુ પછી આ સુકૃત્યના કારણે ફરી મનુષ્ય તરીકે જન્મ
પામ્યા.૧
૧. વિપા.૩૪.
૨. ધમ્મસીહ પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ને ભિક્ષા આપનારી સૌ પ્રથમ વ્યક્તિ. તે સોમણસ(૨) નગરની હતી.૧
૧. સમ.૧૫૭, આવિન.૩૨૪, ૩૨૮.
૩. ધમ્મસીહ ચોથા તિર્થંકર અભિષંદણનો પૂર્વભવ.
૧. સમ. ૧૫૭.
૪. ધમ્મસીહ ચંદગુત્ત રાજાના સમયમાં પાડલિપુત્તમાં રહેતો માણસ. તેની પત્ની ચંદસિરી(૨) હતી. તે ગિદ્ધપિટ્ટ (ગૃદ્ધપૃષ્ઠ) નામના વ્રતનું પાલન કુલ્લઉરમાં કરતો હતો અને તે સારી દશા (વિગયસોગ દશા) પામ્યો હતો.૧
૧. સંસ્તા.૭૦-૭૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org