Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 480
________________ ૪૫૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મમિત્ત (ધર્મમિત્ર) છઠ્ઠા તિર્થંકર પઉમખ્વહનો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૧. ધમ્મરુઈ (ધર્મરુચિ) વાણારસીના રાજા. તેણે રાજા ઉદિઓદાની રાણી સિરિકતા(૧)નું અપહરણ કરવા માટે રાજા ઉદિઓદઅ ઉપર આક્રમણ કર્યું.' ૧. આચૂ.૧.૫.૫૫૯, આવનિ,૯૪૩,૧૫૪૫, નન્ટિમ.પૃ.૧૬૫-૬૬. ૨. ધમ્મરુઇ શ્રમણ આસાઢશૂઇના ગુરુ આચાર્ય." ૧. પિંડનિ.૪૭૪, પિંડનિમ.પૃ.૧૩૭. ૩. ધમ્મરુઈ પોતાને હેરાન કરવા બદલ જે શ્રમણે નાવિક ણંદ(૧૨)ને બાળી ભસ્મ કરી નાખ્યો તે શ્રમણ.' ૧. આવચૂ.૧.પૃ.૫૧૬. ૪. ધમ્મરુઈ ધમ્મઘોસ(૭)ના શિષ્ય. ચંપાનગરમાં જ્યારે તે ભિક્ષા માટે નીકળ્યા હતા ત્યારે તેમને મધુર રસાવાળું કડવા તુંબડાનું શાક બ્રાહ્મણી ણાગસિરી(૨)એ ભિક્ષામાં આપ્યું. ધમ્મઘોસે તેમને જણાવ્યું કે જો તે તે ઝેરી શાક ખાશે તો મરી જશે. માટે તેમણે ધમરુઇને તેનો ત્યાગ કરવા કહ્યું. ધમ્મરુઇએ વિચાર્યું કે જો તે શાકનો ત્યાગ કરે તો તે ઝેરી શાકના સંપર્કમાં આવનાર અને ખાનાર હજારો કીડીઓ મરી જાય. તેથી અસંખ્ય કીડીઓને બચાવવા તે પોતે જ શાક ખાઈ ગયા અને સલ્લેખના લઈ લીધી અને મૃત્યુ પામ્યા. મરીને તે દેવ તરીકે જમ્યા. પછીના જન્મમાં તે મોક્ષ પામશે. ૧. જ્ઞાતા.૧૦૭, જીતભા.૮૫૫, કલ્પ.પૃ.૯૬, વિશેષા.૩૩૩૨, ૩૩૪૭, આવચૂ. ૨. પૃ. ૯૫, ૨૧૧. આવનિ.૧૩૧૩ અને આવચૂ.૨.પૃ.૨૧૧માં સ્થાન અને ભિક્ષા આપનાર તરીકે રોહીડગ અને ગણિકા રોહિણી(૩)નો ઉલ્લેખ છે. ૫. ધમ્મરુઈ સતદુવાર નગરના રાજા વિમલવાહણ(૧)એ જેમને ભિક્ષા આપી હતી તે શ્રમણ. તેના કારણે રાજા મૃત્યુ પછી સામેય નગરમાં રાજકુમાર વરદત્ત(૨) તરીકે જન્મ્યા. ૧. વિપા.૩૪. ૬. ધમ્મરુઈ એક રાજકુમાર. તે વસંતપુરના જિવસતુ(૨૬) અને ધારિણી(૨૦)નો પુત્ર હતો. તેણે તેના પિતાની સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે પયબુદ્ધ બન્યો.' ૧. આવનિ.૮૬૬, ૮૭૮, આવયૂ.૧,પૃ.૪૯૮, આચાશી.પૃ.૨૧. ૭. ધમ્મરુઈ જંગલમાંથી પસાર થતા જે શ્રમણે જ્યારે દેવે તેમના ઉપવાસના પારણાના પ્રસંગે ભિક્ષા આપવા માંડી ત્યારે તે ન સ્વીકારી તે શ્રમણ.' ૧. ઓઘનિ.૪૫૫-૫૬, ઓઘનિભા.ર૩ર-૩૮, ઓઘનિદ્રો.પૃ. ૧૫૯-૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492