Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૪૭
૨. ધણુ સક્ક(૩)નો લોગપાલ જમ(૨) જેદેવને પોતાના કુટુંબના સભ્ય તરીકે ચાહે છે તે દેવ. તે દેવોના પરમાહયિ વર્ગનો છે.
૧. ભગ.૧૬૬, સૂત્રરૂ.૧૫૪.
૨. સમ.૧૫.
પશુદ્ધત (ધનુરુદ્ધત) ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) જે આઠ રાજાઓને દીક્ષિત કરશે તેમાંનો એક.૧
૧. સ્થા.૬૨૫.
૧. ધણ (ધન્ય) રાયગિહ નગરના શેઠ. તેમને ભદ્દા(૧૩) નામની પત્ની હતી, સુંસુમા(૨) નામની દીકરી હતી અને ધણ(૧), ધણપાલ(૧), ધણદેવ(૭), ધણગોવ(૨) અને ધણ૨ખિય(૨) નામના પાંચ દીકરા હતા. એક વાર ધણના નોકર તરીકે રહી ગયેલા ચિલાય(૩)એ ધણના ઘર ઉપર હુમલો કર્યો અને સંસુમાને અપહરણ કરી લઈ ગયો. ધર્ણો અને તેના પાંચ પુત્રોએ તેનો પીછો કર્યો. ડાકૂ ચિલાયે છોકરીનું માથું પોતાની તલવારથી કાપી નાખ્યું અને ધડને મૂકી માથું લઈને ભાગી નીકળ્યો. ધણ અને તેના દીકરાઓને તેમની ભૂખ શાંત કરવા માટે ધડરૂપ શવનું માંસ ખાવું પડ્યું. પછી ધણે સંસારનો ત્યાગ કર્યો અને તે મહાવીરનો શિષ્ય બન્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત ક૨શે.૧ જુઓ ધણ(૯).
૧. શાતા.૧૩૬-૧૪૦, આવચૂ.૧.પૃ.૪૯૭,આવવન.૯૪૩, નન્ક્રિમ.પૃ.૧૬૬. ૨. ધણ અન્ન આદિનો હમેશ માટે ત્યાગ કરી ણાલંદા સમીપ વેભારગિરિ પર્વત નજીક શિલા ઉપર પડી રહેનાર શ્રમણ. મૃત્યુ પછી તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા.
૧. મર.૪૪૪-૪૪૭, સ્થાઅ.પૃ.૪૭૪.
૩. ધણ તેવીસમા તિર્થંકર પાસ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર.
૧. સમ.૧૫૭, આનિ.૩૨૯.
૪. ધણ ઉસભપુરા(૨)ના ભૂભકદંડ ઉદ્યાનમાં રહેતો જક્ખ.૧ ૧. વિપા.૩૪.
૫. ધણ કાગંદી નગરીની ભદ્દા(૬) સાર્થવાહીનો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. શ્રમણ બન્યા પછી તરત જ તેણે બે દિવસના ઉપવાસ પછી દર ત્રીજે દિવસે સાવ હલકી કોટિનું અને લૂખું અન્ન લેવાનું શરૂ કર્યું. આ રીતે તેણે નવ મહિના શ્રમણત્વ પાળ્યું. તેની કઠોર તપસ્યાની મહાવીરે રાજા સેણિય(૧) આગળ પ્રશંસા કરી. મૃત્યુ પછી તે સવ્પટ્ટસિદ્ધ વિમાનમાં (સ્વર્ગીય વાસસ્થાનમાં) દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં એક ભવ વધુ કરીને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org