Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવદાર (દેવદ્રાર) સંદીસર(૧) દ્વીપમાં આવેલા અંજણગ(૧) પર્વતો ઉપર આવેલા સિદ્ધાયતનોના ચાર દ્વારોમાંનું એક.
૧. જીવા.૧૮૩, સ્થા.૩૦૭. દેવદીવ (દવદ્વીપ) જુઓ દેવદીવ.
૧. જીવા.૧૬૭. દેવદ્ધિ (દવદ્ધિ) બંધદસાનું ત્રીજું અધ્યયન.'
૧. સ્થા. ૭૫૫. દેવપવ્યય (દેવપર્વત) સીયા નદીની ઉત્તરે ગંધિલ(૧) અને ગંધિલાવઈ (૧) પ્રદેશો વચ્ચે આવેલો વખાર પર્વત.'
૧. જબૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૪૩૪, ૯૩૭. દેવભદ્ર (દેવભદ્ર) દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૫. દેવમહાભદ (દવમહાભદ્ર) દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક જ
૧. જીવા.૧૮૫. દેવમહાવર દેવીદ સમુદ્રના બે દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૫. દેવરઈ (દેવરતિ) સાતેયનો રાજા. તે તેની રાણીમાં એટલો બધો આસક્ત હતો કે પોતાની પ્રજાની દરકાર રાખતો ન હતો. તેનો અંજામ કરુણ આવ્યો.
૧. ભક્ત. ૧૨૨. દેવરખિય (દેવરક્ષિત) જેને ખરાબ સોબત હતી તે વ્યક્તિ.'
૧. મનિ.૧૦૦. દેવરમણ સાહંજણી નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જરૂખ અમોહ(૪)નું ચૈત્ય હતું. સુઘોષ(૫) નગરમાં આવેલ ઉદ્યાનનું નામ પણ દેવરમણ જ હતું અને તેમાં જખ વીરસણ(૧)નું ચૈત્ય હતું. ૧. વિપા.૨૧.
૨. વિપા.૩૪. દેવલાસુઅ અથવા દેવલાસુય (દેવલાસુત) પોતાના માથામાં ઉગેલા ધોળા વાળને જોઈને સંસાર ઉપર ધૃણાની લાગણી અનુભવનાર ઉજેણીના રાજા અણુરત્તલોયણા તેની પત્ની હતી. અણુમતિયા તેની દાસી હતી. અને અદ્ધસંકાસા તેની પુત્રી હતી. તેણે પોતાના સેવક સંગતઆ સાથે શ્રમણત્વ સ્વીકાર્યું.'
૧. આવનિ.૧૩૦૪, આવહ.પૃ.૭૧૫, આવચૂ.ર.પૃ. ૨૦૨, ૨૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org