Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
બીજું નામ અઇદુસમા છે.
૧. જમ્મૂ.૧૮, સ્થા.૫૦.
૨.જમ્મૂ.૧૯.
૩.જમ્મૂ.૩૬.
૪. સ્થાઅ.૫૦.
૫. જમ્મૂ.૩૭, જમ્મૂઅ.પૃ.૧૭૨. ૬. તીર્થો. ૯૫૭, ૯૫૯.
દુસમસુસમા (દુષ્મમસુષમા) ઓસપ્પિણી કાલચક્રનો ચોથો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો ત્રીજો અ૨.૧ આ અરનો કાલખંડ એક કોટાકોટિ સાગરોપમ ન્યૂન બેતાલીસ હજા૨ વર્ષ છે. ઓસપ્પિણી કાલચક્રમાં તેના પછી દુસ્સમા અર આવે છે. તિત્થયર મહાવીરે આ અરના અંતના પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના પહેલાં જન્મ લીધો હતો.૪ ઓસપ્પિણિ કાલચક્રમાં આ અરની પહેલાં સુસમદુસ્સમા અર હોય છે.
૫
પછીના ઉસ્સપ્પિણી કાલચક્રમાં તે દુસ્લમા પછી શરૂ થશે અને સુસમદુસમાની પહેલાં આવશે.
૧.જમ્મૂ.૧૮, સ્થા.૫૦, આચાશી.પૃ.
૪૨૫.
૨.જમ્મૂ.૧૯. ૩.જમ્મૂ.૩૫.
૫. જમ્મૂ.૩૪.
૬. જમ્મૂ.૪૦.
દુસમા (દુષ્મમા) ઓસપ્પિણી કાલચક્રનો પાંચમો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો બીજો અ૨.૧ તેનો કાલખંડ વીસ હજાર વર્ષનો છે. તિત્યયર મહાવીરના નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ મહિનાનો સમય પૂરો થતાં વર્તમાન દુસ્સમા અર બેઠો. તેના પહેલાં દુસ્લમસુસમા અર હતો અને તેના પછી દુસ્સમદુસ્સમા અર આવશે.૪ દુસમા અર દરમ્યાન બધી જ રીતે હ્રાસ થાય છે.પ પછીના ઉસ્સપિણી કાલચક્રમાં દુસ્સમદુસ્સમા અર સમાપ્ત થતાં તે શરૂ થશે અને દુસ્સમદુસ્સમા અર કરતાં તે વધુ સમૃદ્ધ હશે. વિવિધ પ્રકારની જોરદાર વર્ષાઓથી દુસ્સમા અર શરૂ થશે જેના પરિણામે વનસ્પતિ અને પાક પુષ્કળ થશે.° વનસ્પતિ અને પાક પુષ્કળ થવાના કારણે લોકો બિનશાકાહારી ખોરાક ત્યજી દેશે. તે અર પછી દુસમસુસમા અર આવશે.
'
.
Jain Education International
૪. આચા.૨.૧૭૬. બીજી વિગતો માટે જુઓ તીર્થો. ૬૧૭થી.
૪૨૯
દુસમા અ૨ નીચેની ઘટનાઓથી ઉગ્રતા ધારણ કરે છે – અકાળે વરસાદ, વખતસર વરસાદ ન પડવો, દુર્જનોની પૂજા, સજ્જનો અને ગુણીજનો પ્રત્યે આદરનો અભાવ, ગુરુજનો પ્રત્યે ઉદ્ધતાઈ, માનસિક ચિન્તાઓમાં અને ભાષાની કટુતામાં વધારો, પાંચે જ્ઞાનેન્દ્રિયોને વિવિધ વસ્તુઓ પ્રતિકૂળ અને અસુખકર બની જવી.૧૧
૧. જમ્મૂ.૧૮, સ્થા.૫૦.
૨. જમ્મૂ.૧૯.
૩. તીર્થો.૯૨૬, બીજી વિગતો માટે જુઓ ૯૩૧થી.
૪. જમ્મૂ.૩૫-૩૬.
૫. વિગતો માટે જુઓ જમ્મૂ.૩૫.
૬. જમ્મૂ.૩૭.
૭. જમ્મૂ.૩૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org