Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિવિઢ[ઉ] (દ્વિપૃષ્ઠ) જુઓ દુવિટ્ટ.
૧. આવનિ.(દીપિકા) પૃ.૭૮, તીર્થો. ૧૧૪૩. દિસવાય (દિગ્યાત) આ અને દિસાકુમાર એક છે.
૧. અનુચૂ.પૂ.પપ. દિશા દિશા) વિયાહપણત્તિના સોળમા શતકનો તેરમો ઉદ્દેશક. ૧
૧. ભગ.પ૬૧. દિસાઈ (દિશાદિ) જુઓ દિસાદિ.
૧. સમ,૧૬. દિસાકુમાર (દિષુમાર અથવા દિશાકુમાર) ભવણવઈ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ. તેઓ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. અમિયગઈ અને અમિયવાહણ તેમના ઇન્દ્રો છે. તેમને છોતેર લાખ રહેવાના મહેલો છે. તેઓ ધોળાં વસ્ત્રો પહેરે છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો સોનેરી છે. તેમનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષનું છે. દક્ષિણના અને ઉત્તરના દેવોનું ઉત્કૃષ્ટ આય અનુક્રમે દોઢ પલ્યોપમ વર્ષ અને બે પલ્યોપમથી કંઈક ઓછા વર્ષનું છે. તેમના મુગટ ઉપર હાથીનું ચિહ્ન છે.
૧. પ્રજ્ઞા.૪૬. ૨. ભગ.૧૬૮. ૩. એજન.ભગ ૫૮૯, જબૂ.૧૧૯.
૪. સમ.૭૬. ૫. પ્રજ્ઞા.૪૬. ૬. એજન.૯૫. • ૭. એજન.૪૬. દિસાકુમારીમહત્તરિગા(યા) (દિશાકુમારીમહત્તરિકા) એક મુખ્ય દિસાકુમારી. વિગતો માટે જુઓ દિસાકુમારી.
૧. સ્થા.૨૫૯, ૫૦૭, ૬૪૩, જબૂ.૧૧૨-૧૧૪, આવયૂ.૧.પૃ.૧૩૬-૩૮. દિસાકુમારી (દિશાકુમારી) દિસાકુમારી દેવીઓ દેવોના ભવણવધ વર્ગની છે. તે દેવીઓમાં છપ્પન મુખ્ય દેવીઓ છે જે દિસાકુમારીમહત્તરિગાઓ તરીકે જાણીતી છે. તેમાંની દરેકને બીજી દેવીઓનો મોટો રસાલો છે. રુયગ(૧) પર્વત તેમનું મુખ્ય વાસસ્થાન છે. તે પર્વતના દિશા મુજબ ચાર વિભાગ છે – પૂર્વનો રુયગ, પશ્ચિમનો રયગ, ઉત્તરનો રયગ અને દક્ષિણનો યગ. દરેક વિભાગને આઠશિખરો છે અને દરેક શિખરને એક અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી છે.આમ બત્રીસ મુખ્ય દિસાકુમારીઓ શિખરો ઉપર રહે છે, ચાર રયગ પર્વતની ચાર વિદિશાઓમાં રહે છે અને ચાર મધ્યક્ષેત્રમાં રહે છે. આઠ અધોલોકમાં રહે છે અને બાકીની આઠ ઊર્ધ્વલોકમાં રહે છે. તેઓ રમતિયાળ છે અને તિર્થંકરોના જન્મોત્સવ અને સ્નાત્રોત્સવમાં ભાગ લે છે. અધોલોકની મુખ્ય દિસાકુમારીઓ – ભોગંકરા, ભોગવઈ, સુભોગા, ભોગલામાણિી, તોયધરા, વિચિત્તા, પુષ્ફમાલા અને અહિંદિઓ છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org