Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪ ૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અનુત્ત.૨. ૨. દુમ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી મરીને અપરાજિય વિમાનમાં તે દેવ થયો. તે એક ભવ વધુ કરી મોક્ષ પામશે.'
૧. અનુત્ત.૨. ૩. દુમ ચમર(૧)ના પાયદળનો સેનાપતિ.'
૧. સ્થા.૪૦૪, ૫૮૨-૫૮૩, આવયૂ.૧,પૃ.૧૪૬. ૪. દુમ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખનો અનુભવ કરે છે.'
૧. સ. ૧૮. દુમપત્તય (દ્ધમપત્રક) ઉત્તરઝયણનું દસમું અધ્યયન. વૃક્ષનાં પીળાં પડી ગયેલાં પાંદડાંના દૃષ્ટાન્તથી જીવનના ક્ષણભંગુર સ્વભાવનો ઉપદેશ મહાવીર ગોયમ(૧)ને આપે છે.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૂ.૯, ઉત્તરાયૂ.પૂ.૧૯૪, સ્થાઅ પૃ.૧૫૮, દશચૂ.પૂ.પર.
૨. ઉત્તરા.૧૦.૧, ઉત્તરાશા.પૃ.૩૩૩. દુમપુફિયા દ્રુમપુષ્યિકા) દસયાલિયનું પ્રથમ અધ્યયન. ફૂલોને જરા પણ હાનિ પહોંચાડ્યા વિના મધુકર ફૂલોમાંથી મધ ચૂસે છે તેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવાનો શ્રમણોને ઉપદેશ આપવામાં આવ્યો છે. ૧. દશનિ,૨૬, ઓઘનિ.૬૫૦, આવનિ.૧૩૧૪, આવચૂ.૧,પૃ.૧૨૬, ૨,પૃ.૨૩૩,
વ્યવભાગ૭. ૩૪૭, નિશીયૂ.૧.પૃ.૧૩, ૨૪, નિશીભા. ૨૦. દુમરિસ (દુર્મર્ષ) દુદ્દત રાજકુમારના પિતા '
૧. આવયૂ.૧.પૃ.૧૭૫. ૧. દુમસેણ (દુમસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું આઠમું અધ્યયન.
૧. અનુત્ત.૨ ૨. દુમસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. તે સોળ વર્ષનું શ્રમણજીવન જીવી મરીને અપરાજિય સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ થયા. એક વધુ ભવ કરી તે મોક્ષ પામશે.
૧. અનુત્ત. ૨. ૩. ડુમસેણ નવમા બલદેવ(૨) રામના તેમજ નવમા વાસુદેવ(૧) કહ(૧)ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org