Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 449
________________ ૪૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. દીવાયણ (દ્વૈપાયન) (સજીવ) ઠંડું પાણી, શાકભાજી યા વનસ્પતિ, ફળ, ફૂલ આદિનો ત્યાગ કર્યા વિના જેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તે બ્રાહ્મણ પરિવ્રાજક મહાવીરના તીર્થમાં પતેયબુદ્ધ તરીકે તેને સ્વીકારાયેલ છે. ૧. સૂત્ર. ૧.૩.૪.૩., સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. ૨. ઔપ.૩૮. ૩. ઋષિ.૪૦, ઋષિ (સંગ્રહણી). ૨. દીવાયણ ભરહ(૨) ક્ષેત્રના વીસમા ભાવી તિર્થંકર અણિયટ્ટિ(૧)નો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૯. ૩. દીવાયણ સોરીયપુરના તાપસ પારાશરનો પુત્ર. એક વાર જાયવ રાજકુમારોએ તેને ત્રાસ આપ્યો એટલે તેણે બારવઈ નગરને બાળી નાખવાનો નિશ્ચય કર્યો. મૃત્યુ પછી અગ્નિકુમાર દેવ તરીકે જન્મ્યો અને બારવઈને બાળી ભસ્મ કરી નાખી. ૧. ઉત્તરાને.પૃ.૩૭-૩૮. ૨. અત્ત.૧૧, દશનિ. અને દશહ.પૃ.૩૬, દશચૂપૃ.૪૧, સ્થાઅ.પૃ.૨૫૫. દીહ (દીર્ધ) કોસલ દેશના રાજા. તે કંપિલપુરના રાજા ગંભનો મિત્ર હતો અને બંભના મૃત્યુ પછી તેની પત્ની ચૂલણી (૨)માં તે આસક્ત થયો. પછીથી તે રાજા ગંભના પુત્ર ચક્કટ્ટિ બંદિર(૧)થી હણાયો. ૧. ઉત્તરાશા પૃ.૩૭૭-૩૭૮. ૧. દીહદન્ત (દીર્ઘદન્ત) અણુત્તરોવવાયદસાના પ્રથમ વર્ગનું છઠ્ઠું અધ્યયન.' ૧. અનુત્ત.૧. ૨. દીહદત્તરાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે બાર વર્ષના શ્રમણજીવન પછી મૃત્યુ પામી અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં અર્થાત્ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક વધુ ભવ કરી ત્યાં જ મોક્ષ પામશે. ૧. અનુત્ત.૧. ૩. દીહદન્ત જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી ચક્કટ્ટિ. ૧.સમ. ૧પ૯, તીર્થો. ૧૧૨૪. દીહદસા (દીર્ઘદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં–ચંદ(૨), સૂર(૧૦), સક્ક(૪), સિરિદેવી(૮), પભાવતી(પ), દીવસમુદ્દોરવત્તિ, બહુપુત્તિયા(૪), મંદર(૨), થેરસંભૂતિવિજય, થેરપભ્ય અને ઉસાસણીસાસ. આમાંનાં કેટલાંક અધ્યયનો અત્યારે ણિયાવલિયા (પુષ્ક્રિયા વગેરે સહિત)માં મળે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492