Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દુકાળે શ્રમણોના અધ્યયનને ગંભીર અસર કરી અને પરિણામે દિક્ટિવાયના કેટલાક ભાગો ભુલાઈ ગયા. બાર વર્ષના દુકાળ પછી જ્યારે શ્રમણો પાડલિપુત્તમાં એકત્ર થયા ત્યારે તેમના ધ્યાનમાં આ હકીકત આવી. એટલે પાંચસો શ્રમણો તે વખતે ણેપાલમાં રહેલા ભદ્રબાહુ પાસે દિઢિવાદ ભણવા ગયા કારણ કે તે વખતે ભદ્રબાહુ જ એક એવી વ્યક્તિ હતા જે દિઢિવાદને યાદ કરી ભણાવી શકે. થૂલભદ્ર સિવાય બીજા બધા શ્રમણો ણેપાલ છોડી ગયા કારણ કે તે દેશની પરિસ્થિતિનો તેઓ સામનો ન કરી શકયા. થૂલભદ્ર પોતે પણ બધા ચૌદે ચૌદ પુવ અર્થાત્ પુલ્વગય વિભાગને સંપૂર્ણપણે શીખી ન શક્યા કારણ કે ભદુબાહુએ છેલ્લા ચાર પુવનો અર્થ તેમને તેમના કોઈ દોષના કારણે ન આપ્યો, ન શિખવ્યો. પછી થૂલભદ્રના મૃત્યુ સાથે આ ચાર યુવોનો શબ્દ પણ નાશ પામ્યો કેમ કે તે ચાર પૂર્વોનો શબ્દ બીજાને ભણાવવાનો સ્થૂલભદ્રને નિષેધ હતો. ત્યારથી પુલ્વોના જ્ઞાનનો વધુને વધુ હ્રાસ થતો ચાલ્યો. વીરનિર્વાણ સંવત ૧૦૦૦ સુધીમાં તો બધા પુવો ભુલાઈ ગયા અને આમ દિક્ટિવાય અસ્તિત્વમાંથી ભૂંસાઈ ગયો.
દિગમ્બર પરંપરા પ્રમાણે પણ ભદબાહુ(૧) છેલ્લા ચતુર્દશપૂર્વધારી હતા. વિશાખાચાર્ય વગેરે કેવળ દસ પુવનું જ્ઞાન ધરાવતા હતા. ધર્મસેન (વીરનિર્વાણ સંવત ૩૪૫) છેલ્લા દશપૂર્વધારી હતા. તે પછી પુદ્ગોનું જ્ઞાન વધુને વધુ બ્રાસ પામતું ગયું અને કહેવાય છે કે બે પુલ્વનું જ જ્ઞાન ધરાવનાર છેલ્લા ધરસેણ હતા. કેટલાક માને છે કે સુધર્મન્ પછી પુવોનું કેવળ આંશિક (એકદેશીય) જ્ઞાન જ લભ્ય હતું, કોઈને પૂર્ણ જ્ઞાન હતું જ નહિ. જુઓ હિકે. પૃ. ૭૪-૭૫; કસાયપાહુડ, ૧, પ્રસ્તાવના, પૃ.૪૮, મથુરા, ૧૯૪૪.
દિક્ટિવાય'નો શબ્દશઃ અર્થ થાય છે “સિદ્ધાન્તોનું વિવરણ'. આ સૂચવે છે કે દિકિવાયનું વિષયવસ્તુ વિવિધ સિદ્ધાન્તોના ખંડન તેમજ વિવરણથી ઘટિત હતું. તેનાં દસ સૂચક નામો છે – દિફિવાય, હેઉવાય, ભૂયવાય, તસ્યાવાય, સમ્માવાય, ધમ્માવાય, ભાસાચિય, પુલ્વેગ, અણુઓ ગ અને સવ્વપાણભૂયજીવસત્તસુહાવહ. પુત્રોના યા ચતુર્દશપૂર્વેના મહત્ત્વના કારણે બધા ચૌદે ચૌદ એક સમાન નામ દિશ્ચિવાયથી પ્રસિદ્ધ છે.૧૧ ૧.ઉત્તરા. ૨૮.૨૩.
૪. આવયૂ. ૧.પૃ.૪૧૧, ઉત્તરાયૂ. પૃ.૧, ૨. નદિ.૪૫, પાક્ષિપૃ:૪૬, વિશેષા. ! આવભા.૧૨૪. ૨૭૬૬, મર.પ૨૦, સમ. ૨૨,૮૮, ૫. નજિ.૫૭, સમ.૧૪૭, નદિચૂ.. અનુ.૧૪૬, જીવાભ.પૂ.૩.
૭૧થી, નન્દિહ.પૃ.૮૫, નદિમ.પૃ. ૩. ભગ.૬૭૭, સ્થાઅ.પૃ.૫.
૨૩૮થી,આવયૂ.૨,પૃ.૨૪૭, સમ.૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org