Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧૪
આ અને દારુઅ(૫) એક છે.
૧. સમ. ૧૫૯, સ્થા. ૧૫૯.
દાવદવ (દાવદ્રવ) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું અગિયારમું અધ્યયન.
૧. શાતા.૫, શાતાઅ.પૃ.૧૦, સમ.૧૯.
દાસીખખ્ખડિયા (દાસીખર્બટિકા) ગોદાસગણ(૧)ની ચાર શાખાઓમાંની એક.
૧. કલ્પ.પૃ.૨૫૬.
દાહિણફૂલગ (દક્ષિણફૂલક) જેમની અવરજવર યા ગમનાગમન ક્રિયાઓ ગંગા નદીના દક્ષિણ કિનારામાં જ સીમિત છે તે વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. ૪૧૭, ભગત.પૃ.૫૧૯.
દાહિણઢકચ્છ (દક્ષિણાર્ધકચ્છ) મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા કચ્છ(૧) પ્રદેશનો દક્ષિણનો અડધો ભાગ. તે તેના વેયઢ(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે, ચિત્તકૂડ(૧) પર્વતની પશ્ચિમે અને માલવંત(૧) પર્વતની પૂર્વે આવેલ છે. તે ઉત્ત૨થી દક્ષિણ ૮૨૭૧૯ યોજન અને પૂર્વથી પશ્ચિમ ૨૨૧૩ યોજન વિસ્તરેલો છે. તેનો આકાર પતંગ (૫ર્યંક) જેવો છે, સપાટ અને સુખદ છે.
૧. જમ્મૂ.૯૩.
દાહિણઢ ભરહ(દક્ષિણાર્ધભરત) ભરહ(૨) ક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ. તે તેના વેયઢ(૨) પર્વતથી ઉત્તરના અડધા ભાગથી અલગ થાય છે. તેની ત્રણ બાજુએ લવણ સમુદ્ર આવેલો છે. બે મોટી નદીઓ ગંગા' અને સિંધુ(૧) ઉત્તરઢભરહમાંથી વેયઢ પર્વતને પસાર કર્યા પછી તેમાં પ્રવેશે છે અને આ પ્રદેશને ત્રણ વિભાગોમાં વહેંચી દે છે.' વચલા વિભાગની મધ્યમાં વિણીયા નગર આવેલું છે. દાહિણઢભરહની ધણુપ્પિટ્ટુ અર્થાત્ પ્રસ્તુત ચાપનું માપ ૯૮૦૦ યોજનથી કંઈક
ઓછું અથવા ૯૭૬૬ યોજન ચોક્કસપણે છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩૮ યોજન છે. તેની પૂર્વ-પશ્ચિમ જીવા ૯૭૪૮૫ યોજન છે.૧°દાહિણઢ઼ભરહ તે ભારતીય દ્વીપકલ્પનો વિન્ધ્ય પર્વતથી કન્યાકુમારી સુધીનો દક્ષિણનો અડધો ભાગ છે.૧૧ જુઓ દખિણાવહ.
૧. જ્ઞાતા.૫૨, નિશી.૫.૧, કલ્પ.૨
૨.જમ્મૂ.૧૦. ૩.નિશી.૫.૧.
૪. જમ્મૂ.૭૪. ૫. એજન.૧૧. ૬. એજન.૪૧.
Jain Education International
૭. સમ,૯૮.
૮. જમ્મૂ.૧૧. ૯. એજન.
એજન.
૧૦.
૧૧. જિઓડિ.પૃ.૫૨, ઇડિબુ.પૃ.૭૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org