Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧ ૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૯૫. સ્થા. ૧૯૭, ૫૨૨. દહિમુખ (દધિમુખ) જુઓ દધિમુહ.'
૧. નિશીભા.પર. ૧. દહિમુહ (દધિમુખ) લોગપાલ વરુણ(૧)ના કુટુંબના દેવોનો પ્રકાર.'
૧. ભગ. ૧૬૭. ૨. દહિમુહાગ] (દધિમુખ[ક]) જુઓ દધિમુહ.'
૧. જીવા.૧૮૩, જબૂ.૩૩. દહિવાહણ (દધિવાહન) ચંપાના રાજા. તે પઉમાવઈ(૮)ના પતિ અને કરકંડુના પિતા હતા. એક વાર પોતાની પત્નીનો દોહદ પૂરો કરવા તે તેની સાથે જંગલમાં ગયો. ત્યાં સંજોગવશાત્ તેઓ છૂટા પડી ગયા. રાજા પાટનગર પાછો ફર્યો જ્યારે રાણી દંતપુર પહોંચીને શ્રમણી બની ગઈ. ત્યાં તેણે કરકંડુને જન્મ આપ્યો. વખત જતાં આકસ્મિક રીતે કરકંડું કલિંગ(૧) દેશની રાજધાની કંચણપુરનો રાજા બની ગયો. એક વાર તેને તેના પિતા દહિવાહણ સાથે સંઘર્ષ થયો પણ પઉમાવઈએ બન્નેને એકબીજાની ઓળખાણ કરાવીને યુદ્ધ થતું અટકાવ્યું. પછી દહિવાહણે પોતાનું રાજ્ય કરકંડુને આપી સંસારનો ત્યાગ કર્યો. ૧
દધિવાહણને વધારામાં બીજી પણ એક ધારિણી(૩) નામની રાણી હતી અને લોકોમાં ચંદણા(૧) તરીકે પ્રસિદ્ધ એવી વસુમઈ નામની તેમની પુત્રી હતી. એક વાર કોસંબી નગરીના સયાણિઅ રાજાએ ચંપા ઉપર આક્રમણ કર્યું.દહિવાહણ રાજા છટકીને ભાગી ગયો પણ દુશ્મનોએ રાણી ધારિણી અને રાજકુમારી વસુમઈને પકડી કેદ કર્યા. ૨
૧. આવયૂ.ર.પૃ.૨૦૪-૨૦૭, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાશા પૃ.૩૦૦, વિશેષા. ૧૯૭૭.
૨. આવયૂ.૧.પૃ.૩૧૮, આવનિ. પ૨૧, કલ્પવિ.પૃ. ૧૭૦. દાણવીરિય (દાનવીર્ય) છઠ્ઠા તિર્થંકર પઉમાભનો સમકાલીન રાજા.'
૧. તીર્થો. ૪૬૯. દામણગ (દામનક) રાયગિહન ઝવેરાનો પુત્ર. તેના પૂર્વભવમાં તે માછીમાર હતો. મિત્રની સલાહથી તેણે માછીમારીનો ધંધો છોડી દીધો અને ઘણી મુશ્કેલીઓ અને કષ્ટો પડવા છતાં તે મક્કમ અને નિશ્ચલ રહ્યો. સદ્દનસીબે તે જ નગરના શેઠ સાગરપોતની દીકરી વિસા સાથે તેના લગ્ન થયા. જ્યારે તેના સસરા સાગર પોતે પોતાના દીકરાના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળ્યા ત્યારે તે આઘાતથી મૃત્યુ પામ્યા અને તે તેના સસરાના ઘરનો માલિક બન્યો.
૧. આવયૂ.ર.પૂ.૩૨૪, આવનિ.૧૬૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org